________________
પુસ્તક ૧-લું
વર્તવા રૂ૫ કિયાના અનુભવને લઈને ભાવની જે વ્યાખ્યા કરી તે સમજવી સહેલી છે અને તેના પૂર્વ પશ્ચિમ ભાવેને તે મુખ્ય અવ
સ્થાની દ્રવ્યપણે સમજવું મુશ્કેલ નથી પણ ક્રિયા અને અનુભવ બને જુદા જુદા લઈએ અને તે બન્નેને ભાવ ગણીને તેના કારણે તપાસીએ તે દ્રવ્યમાં પણ તેવા ભેદ જરૂર માનવા પડે છે. અનુભવ-ક્રિયાત્મક ભાવના કારણ તરીકે દ્રવ્યના અવાતભેદ
જે સ્થાને ભાવનિક્ષેપ એકલી ક્રિયાની અપેક્ષાએ જ હોય ત્યાં તે ભાવના ક્રિયા અને અનુભવ એવા બે ભેદે કરવા અને તેને આધારે દ્રવ્યના પણ ભેદ પાડવા તે તાત્વિક છતાં પણ કદાચ અનાવશ્યક ગણાય પણ જ્યાં ભાવ વસ્તુ ક્રિયા અને જ્ઞાન ઉભયવાળી હોય ત્યાં ભાવના એકલા અનુભવથી અને એકલી કિયાથી જુદા ભેદ પાડવા તે આવશ્યક ગણાય અને એવી રીતે ભાવના ભેદે આવશ્યક થાય તે તેના કારણ તરીકે રહેલા પદાર્થોના ભેદ પણ આવશ્યક જ ગણાય.
જેવી રીતે ક્રિયા અને અનુભવ એ ઉભયવાળી વસ્તુને અંગે ભાવના ભેદ પાડવાની જરૂર ગણાય તેવી જ રીતે એકલી ક્રિયાવાળા પદાર્થરૂપી ભાવને અંગે પણ કિયા અને તેને જાણવા રૂપ અનુભવના બે ભેદ પાડવા તે આવશ્યક જ છે જેવી રીતે કર્મના ઉદયથી થતા પરિણામને આત્મા વેદે છે, અને તેને ભાવાવસ્થા કહેવામાં વાંધો નથી તેવી જ રીતે તે તે વસ્તુના જ્ઞાનને પણ આત્મા અનુભવે છે. અર્થાત્ આત્મા જે જે વસ્તુના જ્ઞાનપણે પરિણમે તે તે વસ્તુનું જ્ઞાનપણે પરિણમન ભાવ માનીને ભાવ માનવામાં કશી હરકત જણાતી નથી. સાક્ષાત પદાર્થ હોય તે પણ તેનું વેદન જેને થાય છે તેને જ ક્રિયાના અનુભવવાળો ગણ ભાવ ગણવામાં આવે છે અને તેથી જ જડ પદાર્થને મળેલા સુખદુઃખના કારણેને પુણ્ય અને પાપથી થયેલા માનતા નથી અર્થાત્ આત્મા જેવી ચૈતન્યવાળી વસ્તુને મળેલા સુખદુઃખના સંજોગે જ પુણ્ય પાપના ઉદયથી થયેલા