________________
આગમજાત
સારી કરવાને ઉપકાર કાંઈ જે તે ન ગણાય. અને તેથી રીબાતાને મારવામાં લાભ ગણવાની અપેક્ષાએ તેઓને સુખીઓને મારવામાં વધારે લાભ ગણવો પડશે. દ્રવ્યદયને ભાવદયા સાથે સંબંધ
વસ્તુતઃ નથી તે સુખીપણાની અપેક્ષાએ મારવામાં લાભ કે નથી તે દુઃખીપણાની અવસ્થાએ મારી નાખવામાં લાભ થતો ! પ્રાણીઓની વિવિધ હિંસા એટલે કે પ્રાણીના ભવને નાશ. પ્રાણીને દુઃખ દેવાના કે તેના ભવને નાશ કરવાના વિચારથી કે દુઃખના પરિહારના વિચારે ન રાખવાથી થએલે પાપબંધ કઈ પણ પ્રકારે તેના ભવના નાશને પ્રયત્ન, દુઃખ ઉત્પત્તિને પ્રયત્ન, કે મારવાના વિચારોથી નાશ પામે નહિ તેમ જ ઓછું પણ થાય નહિં, પણ તેવી રીતની વિવિધ હિંસાથી થએલું પા૫ પ્રાણીઓને બચાવવાના વિચારે, ઉચ્ચારે, અને આચારોથી જ ઓછું થઈ શકે કે નાશ પામી શકે, કે રેકી શકાય. ભાવદયાનું સ્વરૂપ
જો કે તેવી રીતના રક્ષણના પ્રયત્નથી માત્ર પ્રાણીઓના દ્રવ્યપ્રાણને બચાવ જ કથંચિત થઈ શકે છે, એટલે કે તેને થતા કે થવાના દુઃખમાં તે રક્ષક મનુષ્ય માત્ર કારણ બને નહિ, પણ તે દુઃખી થતા મનુષ્યને પોતાના કર્મ પ્રમાણે પિતાની મેળે તે દુઃખ વર્તમાન કાળે કે કાલાંતરે ભોગવવાના જ રહે છે. તે દુઃખના કારણભૂત કર્મોને ભેગવટે અને તેનાથી થતા દુઃખનું વેદન તે ત્યારે જ બંધ થાય કે જ્યારે તે કર્મોના નાશના કારણે તેને પિતાને સ્વતઃ મળે કે કેઈ ધર્માત્મા મનુષ્ય મેળવી આપે આનું નામ જ ભાવદયા કહેવાય છે.
આવી ભાવદયાથી એકલા દુઃખનો નાશ અને તેના કારણભૂત કર્મોને જ નાશ ચિંતવાય છે તેમ નહિ પણ જે કર્મોએ તે આત્માના સમ્યગદર્શન આદિ ગુણેને રોકી દીધા છે તે કર્મોને નાશ કરવામાં