________________
પર
આગમત
માનવે પડે, તેવી રીતે દર્શન, સતશ્રદ્ધા, વીતરાગતા, દાનાદિ શક્તિ એ સર્વ પણ આત્માના સ્વભાવ જ છે એમ માન્યા સિવાય છુટકે જ નથી.
આવી રીતે સંસારી છે તેમજ સિદ્ધના પણ જીવ તરીકે ગણાતા હોઈ સર્વ જીવે ઉપર જણાવેલા જ્ઞાનાદિ સ્વભાવવાળા છે. અને તેથી જ જીવ કહેવાય છે એમ સહેજે સમજી શકાશે. ભાવદયાની અનંતગુણ અધિકતા
આ જ્ઞાનાદિ ગુણોને જ જૈન શાસ્ત્રકારે ભાવપ્રાણ તરીકે એાળખાવે છે. અને તેજ ભાવપ્રાણની અપેક્ષાએ સિદ્ધદશામાં પણ જેનું જીવપણું માનવામાં આવેલ છે, અન્યથા મુક્ત થયેલા જીવમાં આયુષ્ય ન લેવાથી શરીર હેતું નથી અને શરીરના અભાવે બેંદ્રિય આદિ પાંચ ઇન્દ્રિયેનું બળ અને મનેયેગ આદિનું બળ ન હોવાથી સિદ્ધમાં જીવપણું કહી શકાય જ નહિ
એટલું જ નહિ પણ સંસારી માં એ દરેક જીવ પૂર્વભવ છેડતી વખતે તે ભવના પ્રાણેને છેડી દે છે અને બીજી ગતિમાં જતાં શ્વાસોશ્વાસ આદિક પ્રાણમાંથી કઈ પણ પ્રાણને જોડે લઈ જતે નથી, અને તેથી પરભવમાં જતા જીવને જીવ તરીકે ગણવો મુશ્કેલ થઈ પડે, અર્થાત આ શ્વાસોશ્વાસ આદિક પ્રાણે દરેક ભવમાં થવા વાળા જુદા જુદા છે. અને તેથી જ તે દ્રવ્યપ્રાણ કહેવાય છે. અને સર્વ ભવમાં સર્વત્ર જીવની સાથે રહેનારા જ્ઞાનાદિક પ્રાણે ભાવપ્રાણ કહેવાય છે.
આ હકીકતથી ભાવપ્રાણેની કિંમત દરેક સુજ્ઞના ખ્યાલમાં આવશે, અને તેથી જ આગળ જણાવવામાં આવતી ભાવદયાની અનંતગુણી અધિકતા દ્રવ્યદયા કરતાં છે એમ સહેજે સમજાશે. ભવમેચકેનો વિષમ કુતક
પહેલાં એ વાત સૂચવાઈ ગઈ છે કે દ્રવ્યદયા કરવાથી દુઃખી