________________
ર.
આગમત
સાધનરૂપ સમ્યગદર્શન જ્ઞાનચારિત્ર આદરનારા મહાનુભાવો પિતાના સમ્યગદર્શન આદિને નિષ્ફળ ગણતા નથી, કારણ કે તે મહાત્માઓ સારી પેઠે સમજે છે કે અનેક ભવ સુધી આવા સમ્યગ્દર્શન આદિને અભ્યાસ કરવાથી જ–ઘણું પછી જ–મોક્ષ મળશે, પણ ઘણા ભલે પછી મળવાવાળે મેક્ષ આ ભવમાં આદરાના સમ્યગદર્શન જ્ઞાન–ચારિત્રને જ આભારી છે, તેવી રીતે આ દ્રવ્યપૂજા પણ ઘણા ભ સુધી કરવામાં આવે અને પછી સંસ્કારની પરંપરા વૃદ્ધિ પામતાં, સર્વ વિરતિને લાભ ભવાંતરે થાય છે તેથી સમ્યગદષ્ટિ જીવ નાસીપાસ થાય જ નહિ.
યાદ રાખવું જોઈએ કે સર્વવિરતિ પણ કાંઈ તેજ ભવે મોક્ષ આપી દેતી નથી. પરંતુ ઘણુ ભ સુધી વિરાધનાને સર્વથા ત્યાગ, અને આરાધનાનું સંપાદન થતું રહે તે જ સર્વવિરતિ પણ ભવાંતરે મેક્ષ આપે છે. તેવી રીતે અવિધિના વતનેને દૂર રાખતે, તેમ જ વિધિના વતની પિપાસા ધરી તેને માટે અત્યંત ઉદ્યમ કરનાર, દ્રવ્યપૂજા કરનાર જીવ ભવાંતરે સહેલાઈથી સર્વ વિરતિને પામી શકે છે. ગુણાનુરાગ દ્વારા પૂજાની સફળતા
અહીં એક વાત ખાસ યાદ રાખવાની જરૂર છે કે જિનેશ્વર ભગવાનની પ્રતિમાને પૂજનાર મનુષ્ય જિનેશ્વર ભગવાનના રાજ વૈભવ કે સુખસમૃદ્ધિને આગળ કરીને પૂજન કરતો નથી, પણ ભગવાન જિનેશ્વરદેવે આરંભ-પરિગ્રહ, વિષય, અને કષાયને સર્વથા ત્યાગ કરી છે અનગારિતા વિગેરે ગુણે પ્રાપ્ત કર્યા, અને અજ્ઞાન વિગેરે અઢારે દેને ક્ષય કર્યો, એ ગુણને આશ્રીને જ શ્રદ્ધાસંપન્ન મનુષે ભગવાન જિનેશ્વરની મૂર્તિનું પૂજન કરે છે.
એટલે જે સર્વવિરતિ વિગેરે ગુણે ધારીને ભગવાનની મૂર્તિનું પૂજન કરવામાં આવે છે તે ગુણે તરફ તે પૂજકનું નિસીમ બહુમાન હોય તે સ્વાભાવિક જ છે, અને શાસ્ત્રીય નિયમ પ્રમાણે જે ગુણે તરફ જે મનુષ્યનું નિસીમ બહુ