________________
પુસ્તક ૧-લું લાગતી હતી અને પ્રથમ મહાવ્રતને ભંગ થતા હતા તે તીર્થકર ભગવાન તે નદી ઉતરવાની આજ્ઞા આપત જ નહિં!
એટલે કે ભગવાન તીર્થકરને હિંસાથી વિરમેલા સાધુઓને નદી ઉતરવાની આજ્ઞા પણ તેઓએ જ આપી છે, આ ઉપરથી સ્પષ્ટ જણાય છે કે “નદી ઉતરવી તે પ્રમત્તગથી થતા પ્રાણનાશ રૂપ હિંસા ન હોવાને લીધે સાવદ્ય હિંસારૂપ નથી. અને તેથી જ ભગવાનના મહાવ્રતને કે નદી ઉતરનારા સાધુના મહાવ્રતને નદી ઉતર વાથી બાઘ નથી. હિંસાને સંબંધ પ્રમત્તયોગ સાથે હેવામાં અકાદ્ય તકે
જે “
દ ત્પાદ’ અને ‘પર્યાયનાશ માત્રને હિંસા માનવામાં આવે, પણ “પ્રમાદયોગથી થતા પ્રાણુનાશનું જ નામ હિંસા છે. એમ માનવામાં ન આવે તે પ્રાણના ભોગે અનેક દુઃખો વેઠીને પળાતા મહાવ્રતને ઉપદેશ સર્વહા હિંસામય થશે, તેમ જ તપસ્યા, લેચ, વિહાર અને અનશન આદિકને ઉપદેશ પણ હિંસારૂપ જ થશે. - વધુ વિચારતાં નદી, સમુદ્ર વિગેરેમાં સિદ્ધ થવાની વાત કઈ પણ પ્રકારે માની શકાશે નહિ, કેમકે નદી સમુદ્ર વિગેરેમાં સિદ્ધ થતા એના શરીરથી અપકાયના જીવોની વિરાધના સતત ચાલુ રહેલી હોય છે, અને તે વિરાધનાથી તે સિદ્ધ થનારા છ હિસક ગણાય, અને તેથી તેને ત્યાં સિદ્ધ થવાને વખત આવે જ નહિં.
આવી જ રીતે સાધુઓને કથંચિત્ પડવાનું થતાં વેલડીનું આલંબન લેવાનું આમારાંગયાદિમાં કહેલું છે તેમ જ અનુપગથી આવેલા કાચા મીઠાને માપવાદિક પ્રસંગે ખાવા-પીવાનું જે કહેલું છે તે સર્વ કથન હિંસામય જ બને.
ઉપરોક્ત સર્વને વિચાર કરતાં સ્પષ્ટ માલમ પડશે કે “પ્રાણના નાશ માત્રને શાસ્ત્રકારોએ હિંસા માની નથી, પણ વિષયકષાય આદિના વ્યાપારથી થતા પ્રાણુનાશને જ હિંસા