________________
૨૨
આગમત મને હર મંદિર અને મને જ્ઞ પ્રતિમાઓની ભક્તિ નિમિત્તે ચંચળ સર્વસ્વને ભેગ આપવાની પણ બુદ્ધિ થાય તે સ્વાભાવિક જ છે.
સુજ્ઞ પુરુષની દષ્ટિએ એ બુદ્ધિ અકૃત્રિમ અને ઉચિત છતાં પણ ધર્મના અનભિજ્ઞ કે વિરેાધી લેકને પ્રભુ ભક્તિમાં થતા વ્યયની કૃત્રિમતા કે નિરર્થકતા ભાસે તેમાં તે બિચારા કમ પરાધીન અજ્ઞાની આત્માના દુષ્ટ અધ્યવસાયે કારણરૂપ જણાય છે, અને તેથી તે મેહમૂદ્ધ પ્રાણીઓએ જલ્દી સાવચેત થવાની જરૂર છે. પ્રભુ ભક્તિમાં થતા ધનવ્યયનું અદ્ભુત ફળ
ચિત્ય અગર મૂર્તિની ભક્તિ નિમિત્તે કરેલે ધનવ્યય આત્માને પરમેશ્વર પરાયણ કરનાર થાય છે એટલું જ નહિ પણ જગતની અપેક્ષાએ તે ધનવ્યય મૂર્તિ અને મંદિરરૂપે ઘણું જ લાંબા કાળ સુધી વિદ્યમાન રહે છે. પુત્ર, પૌત્રાદિકને આપેલું સર્વસ્વ તે પુત્રપૌત્રાદિકને મૂચ્છ અને પરિગ્રહસંજ્ઞામાં ડૂબાડવા સાથે એશઆરામની વૃદ્ધિ કરાવનારું, ધર્મહીનેની માલિકીવાળું, અને એકલાની જ મીલકત બને છે. ત્યારે ચિત્ય અને મૂર્તિ દ્વારા કરેલ ધનવ્યય સુજ્ઞ ધમિકોની સત્તાવાળે અને સામુદાયિક વારસા જેવો થાય છે.
ચૈત્ય કે મૂર્તિ દ્વારા કરાતે ધનવ્યય નષ્ટ થતો નથી પણ તે રૂપાંતરે ઉભે જ રહે છે. જ્યારે ભોગપભેગના સાધન માટે કે માજશેખના અંગે કરેલે ધનવ્યય એક અંશે પણ પિતાના બદલાને મેલી જતો નથી, તે પછી ચિરસ્થાયી તે બને જ ક્યાંથી? અને મહેલ આદિકરૂપે કરેલ ધનવ્યય પરમેશ્વરને આરાધવાના માર્ગમાં કોઈ પણ પ્રકારે ઉપયોગી થતું નથી, એટલું જ નહિ પણ અવ્યાબાધ• આત્માને અખૂટ ગુણોના લાભ, સ્વૈર્ય, વૃદ્ધિ કે તેની પરાકાષ્ટાને ઉપયોગી નહિં થતાં કેવળ બાધક જ નીવડે છે. પ્રભુ ભક્તિમાં વપરાતી સામગ્રીની જ સફળતા
એટલે-“ભેગમાં આવેલી રદ્ધિ તાત્કાલિક ફળ દઈ સર્વથા નાશ પામે છે, અને ઉપભેગમાં આવેલી ઋદ્ધિ