________________
આગમજ્યોત
શુભ પરિણામથી જ માનેલા છે. અને જ્યારે ભાવદશાએ વિદ્યમાન એવા દેવગુરુની આરાધનાની સફળતા પણ આરાધક મનુષ્યના પરિણામ આદિકને આભારી છે, તે પછી તે આરાધ્યમ એવા દેવગુરુની મૂર્તિ દ્વારા થતી આરાધનાનું ફળ, આરાધકના શુભ પરિણામને આભારી કેમ ન હોય?
ટુંકામાં જેઓને સાક્ષાત્ દેવ અને ગુરુ વંદનીય, નમનીય અને પૂજનીય હેય, તેઓને તે દેવગુરુની તથવિધ મૂતિ પણ વંદનીય અને પૂજનીય માનવી જરૂરી છે. ચેની અનાવશ્યકતા (પૂર્વપક્ષ)
કેટલાક લકે સ્થાપનાને માને છે. સ્થાપનાની દર્શનીયતા માને છે. તેમ જ તે સ્થાપનાની પૂજ્યતા નિરૂપાયે પ્રકારાન્તરે પણ સ્વીકારે છે. પણ સ્થાપનાને અંગે ચિત્યાદિક સ્થાનનું મહત્વ સ્વીકારતા નથી.
તેઓ એમ જણાવે છે કે “સ્થાપના (મૂતિ)ની નિશ્રાએ લક્ષાવધિ સ્થાને (મંદિર) બનાવવામાં આવ્યાં છે. અને બને છે. તેથી ઘણે જ અર્થવ્યય નિષ્ફળ રીતે થાય છે, માટે સ્થાપનાને
ગ્ય માની તેની દર્શનીયતા અને પૂજ્યતા માનનારે પિતાના રહેઠાણમાં જ તે સ્થાપના (મૂતિ) ગોઠવવી જોઈએ, અને એમ કરવાથી નિષ્ફળ અર્થવ્યય ઘણે બચી જાય અને આરાધક પુણ્યાત્મા ગુણના બહુમાનવાળે અને કૃતજ્ઞ બની પિતાના આત્માને ઉચ્ચતર સ્થિતિમાં લાવી શકે. ચૈત્યેનું મહત્વ
આવું કહેનારાએ પ્રથમ તે વિચારવું જોઈએ કે કોઈ પણ સંસ્થા અલગ સ્થાન વગર બદ્ધમૂલ થઈ શકતી નથી.” મૂર્તિને નહિં માનનારાઓને પણ પિતપિતાની સંસ્થાને બદ્ધભૂલ કરવા માટે સ્થાને નિયત કરવાં જ પડે છે.
જે લોકમાં ત્યાગી ગણાતે વગ સ્થાનયુક્ત (મઠધારી) હોય