________________
૩૮
આગમત
કરે છે છતાં એક લેક ચડતાં ચડતાં મુશ્કેલી પડે છે, તે તીવ્ર જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી એક લેકની પ્રાપ્તિ મુશ્કેલથી થાય છે. તેથી જ જ્ય વિયરાયમાં તથા “સવિઠ્ઠી જેવા'માં ભગવાન પાસે તેમ જ દેવતા પાસે માંગણી કરાય છે કે તમારા પ્રભાવથી “ભવને ‘નિર્વેદ માર્ગાનુસારીપણું મને મળે” અને “સમતિ દષ્ટિ દેવતાઓ મને બે ધિલાભ આપે.”
અત્રે દુર્લભધિ થવાનું શાસ્ત્રમાં એક દષ્ટાંત છે તે વિચારવા જેવું છે
બે ચેરે ચરી કરવા નિકળતા હતા. સામે એક મુનિ મહાત્મા મળ્યા, ત્યારે બેમાંથી એકના મનમાં એમ થયું કે ક્યાં આ મુંડિઓ અપમંગળ સામે મળે. હવે આપણું કાર્ય થાય કે નહિ થાય. જ્યારે આવા મંગલભૂત સાધુને દેખી બીજાને એમ થયું કે ભલે આપણું કાર્ય થાય કે ન થાય. પરંતુ આ સાધુ તે ઉત્તમ છે. એમ બન્નેને જુદા જુદા પરિણામે થયાં. - હવે કેઈક ભવમાં બંને ભાઈઓ થયેલા છે તે પણ જે વિચાર એકને આવે તે જ વિચાર બીજાને આવે તેથી લોકેએ એકચિત્તિઓ એવું બનેનું નામ પાડયું. એમ કરતાં કરતાં કેઈ વખત તીર્થ કરના સમવસરણમાં બન્ને જણ ધમ સાંભળે છે ત્યાં આગળ એકને ભગવાનનું વચન રચ્યું. બીજાને ન રુચ્યું. અહિં વિચાર કરે છે કેઆખી જિંદગીમાં કોઈ દિવસ આપણા બન્નેના વિચારમાં ભેદ પડતું ન હતે આજે કેમ પડ્યો ? આપણા ચિત્તમાં આજે ભેદ થયે છે તેનું કારણ શું હશે? ભગવાનને કારણ પૂછયું–ત્યારે ભગવંતે પૂર્વ ભવમાં સાધુને દેખી થયેલ અનુમોદના તથા નિંદાના કારણથી ભેદ પડ્યો હોવાનું જણાવ્યું.
આથી કરીને અનુમોદના કરનાર ચેરના આત્માને સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે અને અપમંગળ ચિતવનાર ચેરના આત્માને સમ્યકુત્વ નતું નથી, અને ઘણે સંસાર રખડે છે.