________________
K
\Guૉtપાનો
::
Sાર.
પર્વાધિરાજ શ્રી પર્યુષણ પર્વના પુનિત પ્રસંગને અનુલક્ષીને કલ્યાણે લગભગ ૧૯ મને દળદાર વિશેષાંક વાચકનાં કરકમલમાં મૂકયો છે. એક મહિનાના ટુંકા ગાળામાં આવો વિવિધ વિષયસ્પર્શ મનનીય તથા જીવનપયોગી સાહિત્યનો રસથાળ પીરસો એ કેટ-કેટલું કપરું કાર્ય છે, તે હકીકત અનુભવી વર્ગ જ જાણી શકે !
અમારા પર વિશેષાંકની પ્રશંસા કરતા સંખ્યાબંધ પત્રો આવ્યા છે. સહુ કઈ “ કલ્યાણ” પ્રત્યે, જે આમીયભાવ તથા અહોભાવ ધરાવે છે તે સર્વ કલ્યાણના શુભેચ્છકોનો અમે આ અવસરે ફરી ફરી આભાર માનવાપૂર્વક એ જ એક વિજ્ઞપ્તિ કરીએ છીએ કે, “ કલ્યાણ” દ્વારા કોઈને એકપણ પાઈની પ્રાપ્તિ કરવાનો ઉદ્દેશ નથી, કેવળ શિષ્ટ, સંસ્કારપ્રેરક શ્રદ્ધા, સમભાવ તથા સંસ્કૃતિ પ્રચારક સાહિત્યને પ્રચાર કરવાનો અમારો નમ્ર પ્રયત્ન છે, તેમાં સર્વ કઈ અમને પોતાનો સ્નેહ તેમજ શ્રદ્ધાભાવે સહકાર આપતા રહેશે ને અમને અવશ્ય માર્ગદર્શન કરતા રહેશે !
પર્વાધિરાજ શ્રી પર્યુષણ પર્વની મંગલમય આરાધના સર્વ કોઇએ ત્રિવિધ ત્રિવિયોગે ભક્તિભાવભર્યા, હૈયે ઉલ્લાસ, ઉત્સાહ તથા ઉમંગભેર કરી હશે ! તપ દ્વારા, દાન તથા શીલ દ્વારા, વ્રત, પચ્ચકખાણ. વ્યાખ્યાન શ્રવણ, પૂજા, પ્રતિક્રમણ, પૌષધ ઇત્યાદિ દ્વારા સુકતની સંપત્તિનું ભાથું બાંધી ભવભવાંતર માટે મંગલ આરાધના કરી જીવનને ધન્ય બનાવ્યું હશે !
આ અંક જયારે વાચકોનાં કરકમલમાં મૂકાશે ત્યારે શ્રી નવપદ-ભગવંતની આરાધનાના મહામંગલકારી આસો મહિનાની શાશ્વતી એલીના દિવસે નજીકમાં આવી રહ્યાના ભણકારા સંભળાતા હશે ? શ્રી નવપદજીભગવંતની આરાધના તપ, જપ, ધ્યાન ઉપાસના તથા તેમનાં ગુણગાનના શ્રવણદારા સર્વ કઇ કરવા ઉજમાળ રહેજે ! એ “કલ્યાણના સર્વ વાચકોને અમારો વિનમ્ર આગ્રહ છે, ધર્મ એ જ સાચું શરણ છે; ત્રાણ છે, ને રક્ષણ છે, એ હકીકત કદિયે ભૂલશો નહિ.
આગામી અંક ભગવાન શ્રી મહાવીર પરમાત્માનાં નિવાણ કલ્યાણકના અવસરપર નીકળનાર છે. તે અવસરને અનુલક્ષીને કલ્યાણ પિતાનો દીપોત્સવી વિશેષાંક પ્રસિદ્ધ કરવા ઇચ્છે છે. તે આ વિશેષાંકને યોગ્ય લેખો, તેમજ ઉપયોગી સાહિત્ય સામગ્રી જરૂર સર્વ કેાઈ મોકલે તે “કલ્યાણ” પ્રેમી શુભેચ્છકોને અમારે આગ્રહ છે.
તદુપરાંત કલ્યાણના પ્રચારને વેગ ભલે ને તેના વિકાસને સહાય ભલે તે દષ્ટિએ “કલ્યાણમાં જાહેર–ખબરો સ્વીકારવાનું ધારણ છે. તે સર્વ કોઈ “કલ્યાણ” પ્રેમી શુભેચ્છક પિતાના વ્યવસાયની જાહેરાત મોકલી અમને અમારી સાહિત્ય પ્રવૃત્તિના કાર્યમાં સહાયક બને તે માટે અમારી સવિનય વિનંતિ છે.
કલ્યાણની અભિલાષા ને ઉદેશ કેવલ વિશ્વના સમસ્ત પ્રાણીવર્ગનાં ઢોય તથા મંગલ માટે છે; શાસનદેવ! અમને અમારા ઉદેશને અનુરૂપ પ્રગતિ કરવામાં સહાયક બને ! શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની પુણ્યકૃપાથી કલ્યાણ પિતાના ઉદ્દેશ મુજબ પ્રગતિ કરવાનું વધુ ને વધુ સામર્થ્ય પ્રાપ્ત કરે ! ને સમસ્ત સંસાર શિવ, મંગલ તથા કલ્યાણને પ્રાપ્ત કરે.
તા. ૧૦-૯-કર સહ સંપાદક : નવિનચંદ્ર શાહ , મહેન્દ્ર એફ શાહ... .