________________
અજાત શત્રુ મહર્ષિઃ
પ્રો. શ્રી ઘનશ્યામ જોષી એમ. એ. મુંબઈ પૂ. પાદ સ્વગીય ગુરૂદેવ પ્રત્યેની અનન્યભક્તિથી પ્રેરાઇને જન્મે જૈનેતર પણ જૈન દર્શનના અભ્યાસી પ્રેાફેસર શ્રી જોષી પોતાની જોશીલી છતાં સૌમ્ય ભાષામાં સરિદેવનાં વ્યક્તિત્ત્વની આપણને પિછાણ કરાવે છે, તે દેિવના ભક્ત ગુણાનુરાગી વર્ષાંતે કવ્યમાનુ ઉોધન કરે છે.
O
લખે વબિન્દુમાં કોઇ એકાદ બિંદુ માતી થાય, લાખા મૃગામાં કોઇ એકાદ મૃગ કસ્તુરી મૃગ બને, અને લાખા મનુષ્યામાં કાઇ એકાદ મનુષ્ય તીર્થંકર ગાત્ર બાંધે. આત્માના પારસમણિને પીછાણુતા અનેક જન્મો લાગે છે, અને એવા પારસમણિની ઝલક મેળવવી એ પણ એક સદ્ભાગ્ય છે. વિદ્યાથી અવસ્થામાં કાદમ્બરીમાં બાણભટ્ટે કરેલું, મુનિ જાબાલિનું દિવ્ય વર્ણન વાંચી જીવને એવું દુઃખ થયું કે ‘અરે, આવા મુનિનું દર્શન કરવાનું આપણા ભાગ્યમાં કયાંથી હાય?’ પરંતુ તીવ્ર અધ્યવસાય જરૂર ફળે છે તેમ મને મુંબઇના સુશ્રાવક શ્રી છેટાલાલ શાહ (લલિત બ્રધર્સી) તરફથી ખંભાતમાં સ્વર્ગસ્થ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયલબ્ધિસૂરીશ્વરજીની નિશ્રામાં જૈન ધર્મ તત્ત્વજ્ઞાન ઉપર પ્રવચન કરવાનું આમંત્રણ મળ્યું, ત્યારે 'સ્વર્ગસ્થ આચાર્યભગવંતનાં પ્રથમ દર્શનથી જીવને એવી ઠંડક મળી કે જાણે કાદમ્બરીમાં વર્ણવેલા જાબાલિમુનિનું સાક્ષાત દર્શન થયું, અને તેમનાં દન ખાદ તેમની વાણી સાંભળવા મન લલચાયું. મારે તેમની સાથે પરિચય થયા બાદ પૂજ્ય આચાય
ભગવંતે ઉર્દુ તત્ત્વજ્ઞાન અને જૈન તત્ત્વજ્ઞાન પર એવું વિરલ સ્પષ્ટ અને સુંદર વિવેચન કરી ખતાવ્યું જેથી મારા મનની ઘણાંય વર્ષોની શંકા દૂર થઇ. ત્યારમાદ શાસ્ત્રીય સંગીતમય નવકાર મંત્ર ગાવા મને તેઓશ્રી આજ્ઞા કરતા. જ્યારે મેં નમે અરિહંતાણુ પદને દરબારી રાગમાં આલાપથી સભળાવ્યું ત્યારે તેઓશ્રી સ્વરના આંદોલનમાં ભક્તિથી લીન બનીને મસ્તકધૂનન કરવા લાગ્યા. ત્યાર બાદ મેં સ્વરચિત સંસ્કૃત શ્લાક તેઓશ્રીને સંભળાવ્યા કે જેના ભાવાર્થ આ મુજબ હતા, “ અનેક પૂર્વ જન્મામાં મેં કરેલા કર્મની જાળમાં બંધાયેલેા આ આત્મરૂપી પંખી-જેના અંગ અને પાંખે ઉકળી રહ્યા છે-પ્રતિક્ષણ કાળરૂપી શિકારી વડે શિકાર માટે ખેંચાઇ રહ્યો છે તેથી, અતિશય ત્રાસયુક્ત એવા મને હે પ્રભુ ! સત્વર આવીને બચાવે.” આ બ્લેકને સાંભળીને પૂજ્ય આચાય ભગવતે પદે પઢે વાહવાહ કરી અને અહિત પ્રભુ પ્રત્યે અંતરની ભક્તિ દર્શાવી. Àાકની ભાષા કરતા ભાવ ઉપર તેમનું મન વધુ સ્થિર થતું. પૂ. આચાર્ય ભગવંતની વિશેષતા એ
OXXONEXOXCzechxCONCHONCZONE
GACMONG ONEXOXO
પઆ વિજય લબ્ધિસૂરીશ્વર પુણ્યસ્મૃતિ અંક
MONOKONOKONOKONOA NOA XOXONOZION