________________
પાપ ભાવનાના પડછાયા........શ્રી.
6
માનવ જીવનની મહત્તા જો કોઇના યોગે હોયતે તે એ કે, “ માનવ સ્વય' વિચાર કરી શકે છે, સારાસારને નિય કરવાનું સામર્થ્ય માનવમાં છે. સાથે સદ્વિચારને અમલમાં મૂકવાની દૃઢતા, સાત્ત્વિકતા તથા અડગતા માનવમાં રહેલી છે. વિચાર કરવાની તાકાત માનવ જીવનની આશિર્વાદ તથા શ્રાપરૂપ બની શકે તેવી શક્તિ છે. માનવ જ્યારે મેહ, સ્વા` કે અજ્ઞાનને આધીન બને છે, ત્યારે તેની વિચાર શક્તિ અનેક પાપે, અન્યાયેા તથા અત્યાચારાની જન્મદાત્રી બને છે.
પણ માનવનુ ધારેલ જ્યારે કાંઇજ થતું નથી, તે માનવ શા માટે અશુભ સંકલ્પાઠારા વાતાવરણને ભગાડતા હશે વા૨ે ? સ્વાના કારણે અન્યનું ખરાબ વિચારનાર કે ઇચ્છનાર કદાચ માનતા હશે કે, ‘ મારૂં ધારેલું જરૂર થશે. ’ પણ આ એની ગંભીર ભૂલ છે. સંસારમાં કોઇનું ખરાબ કરવાની તાકાત, એના પોતાના અણુબોદય સિવાય, અન્ય કોઇની નથી. માટેજ માનવસમાજે એટલું Rsમજી લેવુ જોઇએ કે, મારૂ ખરાબ કરવાની શક્તિ કાઇમાં નથી, તેમજ મારૂં સારૂં કરવાનું સામર્થ્ય, મારી શુભભાવના સિવાય અન્ય કોઈના હાથમાં નથી, માટે મારે કાઈનું ખરાબ ચિંતવવુ નહિ કે ખરાબ કરવા માટે પ્રયત્ન પણ ખરેખર નજ કરવા !
આજે જગતની ચોમેર જે અશાંતિ, ઉદ્વેગ, પરિતાપ, દુઃખ-દર્દી ફાટી નીકળ્યાં છે, તેનું ખરૂ કારણ માનવસમાજની પાપભાવના જ કહી શકાય. સ્વા, દ્વેષ, લાભ તથા મસરતા પ્રેરાયેલેા માનવ, કાઇનું સારૂ કરવાની ભાવના હૈયામાં સંધરી શકતા નથી. એને રાત-દિવસ, સર્વનુ' અશુભ કરવાના જ સંકલ્પો જાગે છે. એનું શતર, બુદ્ધિ, શક્તિ આજે આજ એક કામે લાગી ગઇ હોય એમ ઉંડુ વિચારતાં સ્હેજે જણાઈ આવે છે.
માનવ સમાજ આજે પોતાનું સુખ, એશ-આરામ, શાંતિ કે સ્વાને માટે દરેકને ભરખવાનેાજ જાણે ધંધા લઇને એકે છે. આમાં ભણેલા શિક્ષિતવ અને અભણવગ તે સરખા છે. તીડ, રોઝ, હરણ, વાંદરા, કુતરા, ઉંદર આદિ માનવેતર સૃષ્ટિના નાશથી માંડી માનવ સૃષ્ટિના પણ નાશ કરવા આજે આ બધાયને રોગચાળા-હડકવા લાગુ પડયા છે, એટલે આ બુદ્ધિમાન ગણાતા માનવ આંધળા બનીને ‘ જીવાને જીવવા ધો' કે ‘ રીતે જીવાડે! ' તે પવિત્રમંત્ર ભૂલી ગયા છે.
"
પરિણામ આજે આપણી સ્વામે છે. નથી ઋતુ અનુકૂલ, નથી જમીનમાં રસ-કસ, પૃથ્વીના માલ સૂકાતા જાય છે, નદી-નાળાનાં નીર સૂકાઇ જતા થયા છે. દુધ, ઘી કે અન્ન, વસ્ત્ર આદિ બધીએ વસ્તુઓપર જાણે પાપભાવનાના એળા પડતા હોય એમ લાગી રહ્યું છે. આટ-આટલી યેજના, વૈજ્ઞાનિક સાધતે!, લાખ્ખા-કરડાના વ્યય; આ બધું કરવા છતાં દેશપર દુષ્કાળનેા કારમા પંજો પડી રહ્યો છે. માનવના નુર સૂકાતાં જાય છે, ખેડૂત અકળાય છે, મજુર રાણા રૂવે છે. મધ્યમવર્ગને કકળાટ ચાલુ છે, જ્યારે શ્રીમત ગણાતા સમાજ અકળાઇ ઉઠયા છે. સત્તાસ્થાને રહેલાઓને દિન-પતિ નવી મઝા આવીને એમના દિલ-દિમાગને મેચેન કરાવી જાય છે. આ બધી પરિસ્થિતિ આપણી પ-પભાવનાનાજ પડછાયા નથી તો બીજુ શું છે ?
ખરેખર વિચાર કરવાની જેને શકિત-સંપત્તિ મળી છે, એ માનવે હંમેશા શુવિચારો, સત્સ પૈાથી હક્યને નિષ્પાપ, પવિત્ર તથા સ્વચ્છ રાખવું જોઇએ, તેજ સ'સારમાં એની શક્તિ આશિર્વાદરૂપ ખતી જાય, આજતા માનવસમાજ એકજ શુભ નિશ્રય આજથી કરી લે કે, અમારે અમારાં સુખ, શાંતિ, સ્વાર્થ કે જીવનની ખાતર ક્રાઇનાં સુખ, શાંતિ, સ્વાથ તથા જીવનની આડે કદિ આવવું નથી, એવે વિચાર સરખા પણુ અમારા હૈયામાં અમે નહિ આવવા દઇએ, જેમ અમારે સુખ જોઇએ છે, તેમ સંસારમાં પ્રત્યેક આત્માને સુખ જોઇએ છે, માટે સહુ કાઇ સુખ મેળવે, એમના સુખને ભાગ નિય બને! જો આજ સસાર આ નિશ્ચયને વધાવી, પેાતાની ભાવના પવિત્ર, શુભ તથા શુધ્ધ રાખે તે સંસારમાં આજે ફરી શાંતિ, સુખ તથા આઆદિ સ્થપાય, એ નિઃશ ંક છે.