________________
- જાંપા
, મા-બીટ પર
વર્ષ અંક ૧-૨ માર્ચ-એપ્રીલ ૧લ્પર, ફાગણ-ચૈત્ર; ૨૦૦૮;
શૌ શાસનદેવની કૃપાથી કલ્યાણ માસિક આજે આઠ વર્ષ પૂરાં કરી, નવમા વર્ષમાં પદાર્પણ કરે છે, વીતરાગ શાસનના સનાતન સિદ્ધાંતના પ્રચાર કાજે “કયાણ નો જન્મ થયા હતા. પોતાની શકિત-સામગ્રી મુજબ આઠ વર્ષ દરમ્યાન એણે શક્ય પ્રગતિ સાધી છે. આમાં તેના શુભેચ્છક પૂ. પાદ આચાર્યાદિ સુનિપુંગવો, આપ્ત મંડળના સભ્ય, લેખક બંધુઓ, ગ્રાહકો તથા વાચકની મમતાભરી હુંફ પ્રેરણા રૂપ છે.
લ્યાણ માટે સમસ્ત સંસારના પ્રાણીઓ સઘળીય શકિતઓ ખરચી રહ્યા છે. છતાં આજે આપણે જોઈ શકીએ છીએ કે, જગતનું કે પ્રત્યેક વ્યકિતનું પારમાર્થિક કલ્યાણ અને તેને માગ વધુ ને વધુ રંધાઈ રહે છે, કારણ એકજ કે આત્મકલ્યાણ માટેનાં સાધનની પ્રાપ્તિ સંસારના આત્માઓને મહોટે ભાગે થઈ નથી. - ન્યૂનત વરસાવે તેવાં કાર્યો આજે ડાહી ગણાતી દુનિયા આચરી રહી છે. વિજ્ઞાનને પણ ભયંકર દુરૂપયોગ જગતમાં ચોમેર થઈ રહે છે. આ સ્થિતિમાં શ્રી સર્વજ્ઞ ભગવંતના માગને વધુ ને વધુ પ્રચાર કરી, સંસારને સાચાં સુખને સંદેશ આપે ૨, આજ એક ઉપદેશને અનુરૂપ સમાજ, સાહિત્ય તથા સંસ્કારને પિષક સાહિત્ય કલ્યાણે અત્યાર સુધી આપ્યું છે.
નમો અરિહતાણું” પદને ઉચ્ચાર કરનાર જૈન માત્રને ઘેર “કલ્યાણ પહોંચતું થાય. એ અમારી મનોકામના છે. કારણ કે, આજે દેશમાં સત્તા દ્વારા જે રીતે ધમ સિદ્ધાંત ધમની ન્યાયી પરંપરા પ્રણાલિકા ઇત્યાદિની સ્વામે બળ ઉભો કરાઈ રહી છે, ત્યારે તેને સંગીન પ્રતીકાર કરવાની અનિવાર્ય આવશ્યકતા છે.
નગતમાં કોઈ પણ રાજયશાસન, ધમના કલ્યાણકર સિદ્ધાંતની હામે કાયદાઓદ્વારા બળ જગાડનારું બનીને પ્રજાનું ભલું કરી શક્યું નથીઃ આ હકીક્ત વર્તમાનની રાજધસત્તાએ ખાસ ધ્યાનમાં રાખવાની છે. “પબ્લીક ટ્રસ્ટ એકટ ૧૫ર' ને કાયદો પસાર કરીને તે મુંબઈની સરકારે ખરેખર ધાર્મિક વહિવટેમાં હસ્તક્ષેપ કરી હદવાળી દીધી છે.
શસ્વી રાજયશાસન ચલાવવા ઈચ્છનારે હંમેશા પ્રજાના ન્યાયી, નૈતિક તથા ધાર્મિક પરંપરાગત અધિકાર સુરક્ષિત રહે, તેની ખાસ કાળજી રાખવી જોઈએ. આજે સત્તા પર આવેલી કોંગ્રેસ સરકારના લક્ષ્યમાં આ હકીક્ત રહે, એમ આપણે જરૂર ઇચ્છીશું.'
ચંદન તે મહાપુરૂષોને કે જેઓ પિતાના ધાર્મિક સ્વાતંત્ર્યને અખંડ રાખવા માટે પિતાનું સર્વસ્વ ફના કરવા સદા સજજ રહ્યા, તે મહાપુરુષોના માર્ગે ચાલી આપણે પણ શક્તિ મુજબ ધર્મની રક્ષા કાજે પ્રયત્નશીલ રહેવું જોઈએ.