________________
સંતતિ નિયમન અંગે
આજે આપણા રાજ્યક્તઓ વસ્તી ન વધાવા દેવાને આપણને ઉપદેશ આપે છે, પરંતુ આપણે તેમને એમ કહેવું જોઈએ કે, વસ્તી ઓછી કરવાની બાબતમાં પ્રવચને કરવા માટે અમે તમને સત્તા પર બેસાડયા નથી, જેટલા માણસે દેશમાં હોય તે બધાને અન્ન, વસ્ત્ર દેવાની જવાબદારી તમારી છે. - શું તમે એમ સમજે છે, કે પૃથ્વી પર નિર્માણ થનાર લોકોને પૃથ્વીને ભાર લાગે છે ? જે ભાર લાગશે તે પૃથ્વી તેની યોજના પણ કરી લેશે. શું ધરતીકંપ નથી થતા? પણ પૃથ્વીને સંખ્યાને ભાર લાગતું નથી, પાપને ભાર લાગે છે, તેથી પાપ એછું કેમ થાય, એને વિચાર આપણે કરવો જોઈએ. (સંતતિનિયમનનાં કૃત્રિમ ઉપાસે જવાથી અનીતિ અને પાપ વધે છે,) પુણ્યથી પેદા થનારા પ્રાણ પુણ્યાત્મા હોય છે, તેમને ભાર પૃથ્વીને લાગતું નથી. કુદરતની એજના એવી સુંદર છે, કે એક મોટું વધવાની સાથે બે હાથ પણ પેદા થાય છે. ભારતની વસ્તી છત્રીસ કરોડ થઈ ગઈ. છત્રીસ કરોડ મોઢાં ખાનારા પેદા થઈ ગયાં એ માટે રોતા બેસશે કે બહેતર કરોડ હાથે કામ કરવા માટે ઉત્પન્ન થઈ ગયા, તે માટે આનંદ મનાવશે? એને બદલે બે મોઢાં અને એક હાથ એવી યેજના હોત તો શી આપત્તિ માથા પર આવી પડત, એની કલ્પના કરશે તો આજની સ્થિતિ માટે દુઃખ નહિં થાય, તેથી વસ્તી વધારાથી ડરો નહિ. મારા ઘરનાં માણસોને પેટપુર ખવડાવવા જેટલી બુદ્ધિ મારામાં લેવી જોઈએ. આજે વસ્તી પાપને કારણે (અનૈતિક જીવન) અનહદ વધી રહી છે, તે પાપને નાશ કરે તે વસ્તી વધારાનો ડર તમને લાગશે નહિ.
. કેટલાક લેકે સંયમથી સંતતિનિયમન કરો એમ પ્રતિપાદન કરે છે, પણ તે ઠીક નથી. સંયમની પિતાની સ્વતંત્ર કિંમત છે, સંતતિ ઓછી કરવા માટે સંયમને ઉપગ ન કરે, વળી સંતાન ઝાઝાં કે ચેડાં હોવા પર સયંમને આધાર નથી. સાલમાં એક વાર સ્ત્રી-પુરૂષ સંબંધ થઈ જવાથી પણ પ્રજોત્પત્તિ થઈ શકે છે, તેથી એવી વ્યક્તિને અસંયમી સમજવાનું કારણ નથી. એ દ્રષ્ટીથી એકાદ વીસ-પચીસ બાળકોને બાપ પણ બે બાળકના બાપથી વધારે સંયમી હેઈ શકે છે. સયંમથી આનંદ મળે છે, તે માટે સંયમી થવાનું લોકોને કહેવું જોઈએ. તે માટે ભૌતિક નફો-નુકસાન ન શીખવાડે, સંતતિ નિષ્ઠ બનો. સંતતિને દેવ-સમાન માને, ત્યારે આ સવાલને તમે આપોઆપ ઉકેલ કરી શકશો. હરિજન બધુ.
– શ્રી વિનોબાભાવે.