SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ | તા. ૨૬-૨-૧૯૮૮ [ જેમ . (b)) (f:) | મીતિકાર : - માનપત્ર ક આ પરમ પૂજ્ય શાસન પ્રભાવક આચાર્ય ભગવંત શ્રીમદ્ આચાર્ય ભગવંત પદ્મસાગરસૂરિશ્વર છ મસાની પાવન નિશ્રામાં મુંબઈ-ભાયખલાનગરે ઉપધાન તપની ભવ્ય આરાધનાના આયોજક શ્રેષ્ઠિવર્ય. શ્રીયુત સુમેરમલજી મિશ્રીમલજી બાફનાને અભિનંદન પત્ર શ્રીમાન આપના પરમ પૂજ્ય પિતાશ્રી મિશ્રીમલજી હેમાજી બોકના તથા પરમ પૂજય માતુશ્રી પાબુદેવીની શ્રી ઉપધાન તપની કરાવવાની અપૂર્વ ઝંખનાની પરિતૃપ્તિ સ્વરૂપ શ્રી ઉપધાન તપનું આયોજન કરીને આપશ્રીએ ઋણ પ્તિ કરી છે. અમારી આ ભાયખલા - શ્રી શત્રુંજય તીર્થ સ્વરૂપ આ પવિત્ર ભૂમિ પર આ બાજન થવાથી અમર આનંદ- ઉલ્લાસમાં અનેકગણો વધારો થયો છે. આપના હૃદયની ઉદાર ભાવના બદલ શેઠ મે તીશા રીલીજીયસ અને ચેરીટેબલ ટ્રસ્ટ - ટ્રસ્ટીમંડળ ગૌરવ અનુભવવાપૂર્વક આપશ્રીની આ સુકૃતની અનુમોદના કરે છે. આપશ્રીના અવિરત - અથાગ પ્રયત્નોથી પરમ પૂજ્ય આચાર્ય ભગવંતશ્રી પદ્મ સાગરસૂરિશ્વરજી મહારાજ સા.ની પાવન નિશ્રામાં આ ઉપધાન તપનું આયોજન કરીને આપશ્રીએ સુવર્ણમાં સુગંધ મેળવી છે. આવી મહાપાવન નિશ્રા મળવા બદલ અમો આપના ઋણી છીએ. આપ ચિરકાળ અમારા હૃદયમાં રહેશે. આ મહા ઉપધાન તપનો લાભ લઈ સાચે જ આપશ્રીએ આપની લક્ષમીને સુકૃત્ય અથેનો સદ યોગ કર્યો છે. જે આ જગતમાં અનેકને પ્રેરણારૂપ બની રહેશે. આવા શુભ અવસરે દ્વારા આપની લક્ષમીનો સદ્દઉપયોગ થતો રહે તેવી અંતરની અમારી આકાંક્ષા છે. આપશ્રી તન – મન અને ધનથી નશાસનના હિતને હૈયે રાખીને જે સેવાનો લાભ લઈ રહ્યા છે તેને અમે અંતઃકરણ પૂર્વક બિરદાવીએ છીએ. ભવિષ્યમાં પણ આવા સુકૃત પ્રસંગો પ્રાપ્ત થતાં રહે જે દ્વારા આપશ્રીને સાધર્મિક, ચતુર્વિધ સંઘ અને જિનશાસનની સેવાને અમુલ્ય અવસર પ્રાપ્ત થાય અને આ મા શાસનદેવ આપશ્રીને પ્રેરણા અને બળ બક્ષે એવી અમારા અંતરની શાસનદેવને પ્રાર્થના છે. I ટ્રસ્ટી મંડળના આપશ્રી જુના સાથીદાર છો. ટ્રસ્ટનાં ચેરમેનશ્રી હોવાના નાતે આ પશ્રીના આવા સુકતોથી ટ્રસ્ટની પણ શોભા વધી છે. ટ્રસ્ટી મંડળને આપશ્રીની સુઝબુઝ, દક્ષતા અને કાર્યકુશળતાને લાભ જે .ળી રહ્યો છે તે અઝરત મળતો રહે, અને ટ્રસ્ટનું ગૌરવ જળવાઈ રહે એવું ઈચ્છીએ છીએ. શાસનદેવ આપશ્રીને જિનશાસનની, શ્રીસંઘની, સાધર્મિકબંધુઓની અને ટ્રસ્ટની અમૂલ્ય સેવાથે દિર્ધાયુષ્ય અપે તે શાસનદેવને અમારી વિનમ્ર પ્રાર્થના છે. લિ. શ્રી આદિશ્વર જૈન દેરાસર રંગમંડપ | શેઠ મોતીશા રીલીજી સ એન્ડ ૧૮ શેઠ મોતીશા લેઈન ભાયખલા-મુંબઈ ૪૦૦૦૨૭ ચેરીટેબલ ટ્રસ્ટના ઉપધાન તપ માળારોપણ દિન તા. ર૭–૧૨-૮૭ જયજિનેન્દ્ર
SR No.537885
Book TitleJain 1968 Book 85
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1988
Total Pages188
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy