________________
કરી બતાવેલ બહાદુરીને તે જેટો જ મળે મુશ્કેલ છે ! બચારા એ વફાદારી બતાવવામાં અને મહેનત કરવામાં તો લેશ પણ કચાશ રહી જવા ન પામે એવી પૂરેપૂરી સાચવતી રાખી હતી, અને છતાં દુર્ભાગ્ય કેવું કે આ બધામાં કેઈક પાયાની ચૂક રહી ગઈ, પરિણામે એમણે માન્યું હતું કે આપણે સાચી દિશામાં પૂર્વમાં જ પગલાં માંડી રહ્યા છીએ અને એ બધા આગળ વધતા રહ્યા પશ્ચિમ દિશામાં. એટલે છેવટ જઈ પહોંચ્યા પિતાના ધર્મની રક્ષાના હેતુથી દર ને દૂર, છેક અધર્મના પણ સુધી. કેટલી બધી અક્કલ, હોંશિયારી અને શાબાશી માંગી લે એવી વાત ! પણ એ વાત જવા દઈએ અને મૂળ વાત પર આવીએ.
જેઓ, ધર્મ શાસનની રક્ષા કેવી રીતે થાય અને સંઘની પ્રતિષ્ઠા કેવી રીતે વધે એ સંબંધી સાચી સમજણના અભાવે, પિતાની પામર, પાંગળી અને અધૂરી મનોવૃત્તિને ભેગ બનીને, શાસનરક્ષાના સોહામણા અને લોભામણા નામે, આવી એકાંગી, કેવળ ફ્લેશ-તિરસ્કારની જ જનક અને ઝનૂની વૃત્તિને તપગચ્છ સંઘમાં વહેતી મૂકી, તેઓએ ભગવાન તીર્થકરના ધર્મશાસનના પ્રાણ કે સારરૂપ સમજાવ, અહિંસા અને અનેકાંતદષ્ટિને જાકારો આપીને અને ધર્મવિરોધી વૃત્તિ અને પ્રવૃત્તિનું પિપણ કરીને તપગચ્છ સંઘની કેટલી મેટી કુસેવા કરી છે!
આના કરતાં પણ મોટું પાપકાર્ય તે જેઓએ, પિતાના અહંકારનું પિષણ કરવાની વૃત્તિથી પ્રેરાઈને, આવી ગેઝારી વૃત્તિને, વિવેકદષ્ટિને દૂર કરીને, અપનાવી લઈને, આ વિધિના બહાને તપગચ્છ સંધને તાર તાર કરી મૂકનારી અને તપગચ્છ સંઘમાં કલેશને દાવાનળ ધક્ત કરનારી, ઝનૂની પ્રવૃત્તિ આદરવાની આગેવાની લીધી એમના હાથે થયું છે!
અને એથીય મોટા દેષના ભાગીદાર તેઓ થયા છે કે જેઓ, સાચી ધર્મરક્ષા અને સંઘભક્તિ માર્ગ ચૂકી જઈને અને અંધશ્રદ્ધા અને અજ્ઞાને જન્માવેલ વિવેકહીન વ્યક્તિભક્તિ, દષ્ટિરાગ અને રાગદષ્ટિ જેવા ધર્મવિધીમાર્ગના સાથી બનીને, આ પ્રવૃત્તિમાં સાથ આપવા હશે હોંશે દેડી ગયા હતા.
અને તપગચ્છ સંધમાં, રાષ્ટ્રીય ઉજવણીના વિરોધના નામે, છેલ્લાં બેએક વર્ષ દરમ્યાન, અજોડ અને ભયંકર કહેવી પડે એવી જે ખાનાખરાબી વરસી ગઈ અને સંઘ અને ધર્મના હિતના પાયામાં સત્ય નાશની સુરંગે ચંપાઈ ગઈ, એના મોટા ભાગના દેશને ટોપલે, આ પ્રવૃત્તિને માટે, આંખ મીચીને, ગણ્ય ગણાય નહીં એટલું ધન આપનાર શ્રીમંતેને માથે જાય છે. દેશભરમાંથી અને અઢારે આલમ પાસેથી પોતે રળેલ ધન ઉપર પોતાની વધારે પડતી માલિકી માની લઈને એને ગમે તે ઉપયોગ કરવાને પિતાને અબાધિત અધિકાર માની બેસનાર વ્યક્તિ એને કેટલી ડદે દુરુપયેાગ કરી શકે છે, એને આ આંખ ઉઘાડી મૂકે એ દાખલે છે. આમાં પછી ટ્રસ્ટીપણાના પવિત્ર સિદ્ધાંતના પાલનની તે વાત જ ક્યાં રહી? શું આ ધનવાનેનું ધન જ એવું હતું કે એથી દુખિયાનું દુઃખ દૂર થવું, ભૂખ્યાની ભૂખ ભાંગવી કે સંકટમાં સપડાયેલાના સંકટનું નિવારણ થવું તે દૂર રહ્યું, એથી, આપણા પોતાના હાથે જ આપણા પિતાના ગળા ઉપર છૂરી ચલાવવાની જેમ, તપગચ્છ સંઘ કલેશ-દ્વેષનું ઘર બની ગયે, અને ધર્મની રક્ષાના નામે, લોકસમુદાયમાં આપણે ધર્મ અને સંઘ ખૂબ નિંદા અને હાંસીને પાત્ર બન્યા ! ઝાઝું શું કહીએ આવા સંપત્તિશાળી મહાનુભાને?
આવા ચીકાંત વિચારોને વહેતા મૂકનાર, એ વિચારેને ઝીલી લઈને એ માટે ઝેહાદ જેવા
તા. ૧૫-૩૭૧.
જૈન
૧૭૧