SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ – ણ કો સંઘની વ્યવસ્થા કરતી વખતે એટલું તે કઈ કાળે નહી ભૂલી જઈએ કે સંઘ અને એની વ્યવસ્થા એ બહારનું બેખું છે. પરિપુ સામે ઝૂઝવાની ધગશ, મેક્ષની તીવ તાલાવેલી, લેગ અને ઐશ્વર્ય પ્રત્યે તિરસ્કાર અને બુદ્ધિનું દમન કરવા વિશેનું શય એ જ મુખ્ય છે. –કાકાસાહેબ કાલેલકર કૃતનિશ્ચય હતા અને એ માટે ગમે તેટલું ખર્ચ કરવાની એમની કેટલી બધી તૈયારી હતી, સ્પષ્ટ ખ્યાલ આવે છે. - દિલ્લીની હાઈકોર્ટના બે ન્યાયમૂર્તિઓ માનનીય શ્રી વી. એસ. દેશપાંડે અને માનનીય શ્રી ગેશ્વર દયાલની બનેલી બેંચે, એક મહિના પહેલાં, તા. ૧૪-૨-૭૫ના રેજ, આ ચારે રીટ–અરજીઓને એક સાથે ફેંસલે આપી દીધો છે. અમને એ જણાવતાં ખૂબ ખુટાલી ઊપજે ભાગે, આ બાબતમાં અમારી ધારણા મુજબ જ બન્યું છે, આ ચારે રીટ-અરજીઓ કાઢી નાખવામાં આવી છે અને એને સલે રાષ્ટ્રીય ઉજવણીના વિરોધીઓની વિરુદ્ધમાં આવ્યો છે ! કોઈપણ મતભેદની બાબતમાં કેઈની વાતને સ્વીકાર થાય અને કોઈની વાતને ઈનકાર થાય દુનિયાને સહજ કમ ગણી શકાય, એટલે આવે વખતે, બીજાઓને માટે, વિશેષ રાજી થવા પણું કે નારાજ થવા પણું ભાગ્યે જ જરૂરી ગણાય. પણ આ વાત કંઈક જુદી અને અનેvી કહી શકાય એવી એટલા માટે છે કે એ માટેના હઠાગ્રહ, મમત અને વાળને અસાધારણ કે બેનમૂન કહેવો પડે એટલે ઉગ્ર બનાવી મૂકવામાં આવ્યું હતું, અને એ માટે ઉચિતપણા અને અનુચિતપણાના વિવેકને સદંતર દેશવટો આપવામાં આવ્યો હતે ! આ બધી રીટ–અરજીઓ રદ થઈ ગઈ રાષ્ટ્રીય ઉજવણીને વિરોધ કરનારાઓના હાથ હેઠા પડ્યા અને ભગવાન મહાવીરના પચીસમા નિર્વાણ કલ્યાણક જેવા પાવન અને અપૂર્વ અવસરની વ્યાપક રાષ્ટ્રીય ધોરણે થતી ઉજવણીને રોકવા માટે ઉગામેલું એમનું છેલ્લું હથિયાર પણ નિષ્ફળ સાબિત થયું, એથી વિશેષ ખુશાલી અનુભવવાનું કારણ એ છે કે આ પરાજય એ દેખીતી રીતે અમુક વ્યકિત કે વર્ગને પરાજય હોવા છતાં, ખરી રીતે અને વિશેષ કરીને, એ અ વી વ્યકિતઓ કે વગને ગુમરાહ બનાવનાર અહ. અધર્મ અને અસત્યનું પોષણ કરતી સંકુચિત, એકાંગી અને ઝનૂની મનવૃત્તિને પરાજ્ય છે. અધર્મના પરાજ્ય જે બીજે આનંદ શે હેઈ શકે? હસવું આવે અને રમૂજ ઉપજાવે એવી મજાની વાત તે એ છે કે છેલ્લામાં છેલ્લી કક્ષાની અને ઉગ્રમાં ઉગ્ર કહેવી પડે એવી સાંપ્રદાયિક કટ્ટરતાના ઊંડા કીચડમાં ગળાબૂડ ડૂબેલા આપણે સરકારને બિનસાંપ્રદાયિક રાજનીતિ કોને કહેવાય અને એનું ઉલ્લંઘન અને રક્ષણ કેવી રીતે થાય, એનો પદાર્થપાઠ શીખવવા મેદાને પડયા હતા ! છે કેઈ આપણી તેલ આવી શકે એવા બીજા પરગજુ જી ! અને કારમા રકાસ જેવા આવા અદ્ભુત પરાજય માટે સાહસ ખેડવ ની અને એ પરાજયને વેઠી લેવાની હિંમત પણ બીજા કોની? અરે, કાગ તે ઠીક, જ્યાં કાગનો પડછાયો સુધ્ધાં ન હતું ત્યાં “વાઘ આવ્યો રે વાઘ” એ સાવ નકલી અને કલ્પનાથી ઉત્પન્ન કરેલા ભયની સામે, ઊજવણીના વિરોધના સરસેનાપતિના સાદને ઝીલી લઈને, બુમોટો મચાવનાર અને વિવેક-અવિવેકની સેળભેળ કરવામાં જ ધર્મ અને સંસ્કૃતિની રક્ષા માનનાર આ વર્ગના તપગચ્છના ચતુર્વિધ સંઘે ૧૭ ; જૈન : તા. ૧૫-૩-૭૫
SR No.537872
Book TitleJain 1975 Book 72
Original Sutra AuthorN/A
AuthorGulabchand Devchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1975
Total Pages392
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy