________________
સહર્ષ બાવકારીશુ.
હવે જેને માટે અમને આ નોંધ લખવાની જરૂર લાગી છે, તે મુખ્ય વાત સંક્ષેપમાં કરીએ. આ મુખ્ય વાત છે, અત્યારે ધાર્મિક અનુષ્ઠાને અથવા વિધિવિધાન કરાવનાર વિધિકારકોની વરતાતી અછત અને એ અછતની એમનાં વાણી અને વર્તનમાં કયારેક કયારેક જોવા મળતી અનિચ્છનીય અને માઠી અસર.
આ બાબતની છણાવટ કરતાં અગાઉ અમે એટલે ખુલાસે કરવાની રજા માગીએ છીએ કે આમ કરવામાં વિધિ કરાવનાર કેઈપણ મહાનુભાવની વ્યક્તિગત ટીકા કરવાને, એમની મહેનત તથા કામગીરીનું મૂલ્ય ઓછું આંકવાને અથવા તે બિનજરૂરી રીતે એમને નાજ-નાખુશ કરવાને અમારે મુદ્દલ ઈરાદો નથી, પણ અત્યારે પરિસ્થિતિ જ કંઈક એવી શેચનીય બની ગઈ છે કે એમાં વધારે દોષને પ્રવેશ થતે રોકવા માટે કંઈક પણ કહ્યા અને કર્યા વગર ચાલે એમ નથી.
કોઈ પણ વસ્તુની અછત ઊભી થાય એટલે એના ભાવ વધી જાય અને એને મેળવવાનું કામ પણ મુશ્કેલ બની જાય : દુનિયાને આ સામાન્ય અને સહજ ક્રમ છે. પણ આ ક્રમ ધર્મ જેવા પવિત્ર શ્રેત્રમાં પણ પ્રવેશી જાય તે તે. અનિષ્ટથી ઉગરી જવાની માનવજાતની રહી-સહી આશા પણ આથમી જાય અને ધર્મ અને સંસાર વચ્ચેની ભેદરેખા જ ભૂંસાઈ જવા પામે. આવું બનવા ન પામે એ માટે ધર્મક્ષેત્રના રખેવાળ ગણાતા આપણા ધર્મગુરુઓએ અને વિધિવિધાનના જાણકાર વિધિકારકોએ—એ બન્નેએ ધર્મક્ષેત્રની પવિત્રતાને અબાધિત રાખવા માટે જાગ્રત રહેવાની ખાસ
હમણાં હમણાં આપણા વિષિકારકમાંના કોઈ કોઈ મહાનુભાવોએ, એમની આવડતનો ઉપયોગ કરવાની માગણી કરનાર ભાઈઓ કે સંઘે પ્રત્યે વાણીને સંયમ અને વર્તનને વિવેક વિસારી મૂક્યાનું જાણવા મળે છે ત્યારે મનમાં ભારે ગ્લાનિ થઈ આવે છે, અને સહજપાને સવાલ થઈ આવે છે કે શું, આવા વખતે આ બધું કામ ધર્મનું અને ભગવાનનું જ પાવનકારી કાર્ય છે એ પાયાની વાત જ વીસરાઈ જતી હશે અને એનું સ્થાન ગરજ વરતવાની કે જાણે કે સોદાબાજી કરી લેવાની તક આવી મળી હોય, એની નબળી અને હલકી મનવૃત્તિ લેતી હશે?
આવાં અનુષ્ઠાને અને વિધિવિધાને ખર્ચાળ હોય છે, એ વાત તે આવું કઈપણ પુજન કે અનુષ્ઠાન કરાવનાર પણ સમજતા હોય છે, સાથે સાથે તે એ વાત પણ જાણતા હોય છે કે આ માટે વિધિકારકેને મેળવવામાં, બોલાવવામાં અને સાચવવામાં ઠીક ઠીક ખર્ચ થતું હોય છે. અને જે સંઘ કે વ્યક્તિની આવું મોટું ખર્ચ ઉઠાવવાની તૈયારી હોય તેને જ આવું અનુષ્ઠાન કરાવવાને વિચાર કરી શકે છે. વળી, જે સંઘ કે વ્યક્તિ આવું ધર્માનુષ્ઠાન કરાવવા ઈચ્છતા હોય એમને વિધિ કરાવનાર મહાનુભાવો એમાં થનાર ખર્ચના અંદાજને ખ્યાલ આપે એ પણ સમજી શકાય એવી જરૂરી વાત છે. પણ આ બધાના કેન્દ્રમાં ભગવાન તીર્થકર અને એમને ધર્મ બિરાજે છે અને ભગવાનને પ્રિય અને ધર્મના પ્રાણરૂપ મુખ્ય વાત છે ભાવના; અને ધર્મના દરબારમાં ખરું મૂલ્ય બા આડંબરી દેખાવ કરતાં આંતરિક ભાવનાનું જ છે, એ વાત વીસરાઈ જાય અથવા ગૌણ બની જાય એ હિતાવહ નથી. આ ભાવનાનું જેટલું વધારે જતન થાય તેટલું વધારે ધર્મનું જતન થવું સમજવું.
અ, બહુ જ અદબ સાથે અને ટૂંકમાં, ધાર્મિક વિધિવિધાના જાણકાર મહાનુભાવે એટલું સૂચવવા ઈચ્છીએ છીએ કે શ્રીસંઘમાં તેઓની અંગત જરૂરિયાતે સંબંધી, એમના વચન-વતન
તા. ૧૫ ૧૧૭૫
0
1