________________
જ્ઞાની પુરુષ સવે પરભાને પર જાણીને તેમને ત્યાગ કરે છે. તેથી “જાવું એટલે ત્યાગવું', એમ નિયમથી સમજવું, જેમ લૌકિક થવહારમાં કઈ વસ્તુને પારકાની જાણી, માસ અને ત્યાગ કરે છે, તેમ જ્ઞાની પણ સવ પરભાવોને પર જાણી, તેમને ત્યાગ કરે છે. તે જાણે છે કે, માહ વગેરે આંતરિક ભાવો કે આકાશ વગેરે બધુ ભાવો મારા કોઈ પ્રકારે સંબંધી નથી. હું તે કેવળ એક, શુદ્ધ તથા હરેશાં અરૂપી છું; અન્ય પરમાણુમાત્ર પણ મારું નથી,
–શ્રી કુંદકુંદાચાર્ય ( કમયસાર ) ન દર્શને અહિંસા, સંયમ અને તાપમય ધર્મને ઉત્કૃષ્ટ મગલરૂપ કહેલ છે.
આજે ધાર્મિક વિધિવિધાન, અનુડાને તથા ક્રિયાકાંડોની સંખ્યા એટલા મોટા પ્રમાણમાં વધી ગઈ છે કે એથી કંઈક એમ જ લાગી જાય છે કે જાણે આપણે આપણું પોતાના થે એને મહિમા ઓછો કરી રહ્યા છી બે ! મોટાં શહેરમાં ભણાવવામાં આવતાં આવાં પૂજન કે વિધિવિધાનમાં હાજરી આપનાર વર્ગમાં જેમ ધર્મભકિત અને પ્રભુભકિતથી પ્રેરાયેલ વર્ગને સમાવેશ થાય છે, તેમ આવાં પુજને ભણાવનાર વ્યકિત સાથેના પિતાના સંબંધને વિચાર કરીને વ્યવહાર સાચવવાની મનવૃત્તિ ધરાવનાર વર્ગને પણ સમાવેશ થાય છે. ધાર્મિક અનુષ્ઠાનોમાં હાજર રહેવા પાછળ રહેલી આવી પ્રભુ પ્રત્યેની અંતરની ભકિત અને વ્યવહાર સાચવવાની વૃત્તિ એ કંઈ ૨ાજકાલની કે નવી વાત નથી, છેક જૂના વખતથી અવિાં બે પ્રકારનાં વલણે ચાલતાં આવ્યાં છે, કારણ કે એ માનવીની પિતાની પ્રકૃતિમાંથી ઉદ્ભવેલાં છે અને એની સાથે જડાયેલાં છે. આમ છતાં, અત્યારની પરિસ્થિતિનું અવલોકન કરતાં, એટલું તે લાગે છે કે, આવાં ધાર્મિક ક્રિયાકાંડમાં હાજરી આપનારાઓમાં આંતરિક ધમભકિતથી પ્રેરાયેલ વ્યકિતઓની સંખ્યા કરતાં વ્યવહાર સાચવવાની દૃષ્ટિથી પ્રેરાયેલ વ્યકિતઓની સંખ્યાનું પ્રમાણ ઘણું વધી જવા પામ્યું છે. અને આ હકીક ગંભીર વિચારણા અને સત્વર સુધારણા માગી લે એવી છે.
અને આથી પણ વધારે વિચારણા માગી લે અને ચિંતા ઉપજાવે એવી વાત તે એ છે કે વીતરાગ તીર્થંકર પરમાત્માને કેન્દ્રમાં રાખીને ભણાવવામાં આવતાં આવા વિધિવિધ ના અને પેજનેમાં વીતરાગ પરમાત્માની જેટલી સ્તુતિ અને પ્રાર્થના કરવામાં આવે છે, તેના કતાં સરાગ દેવ-દેવીઓ અને યક્ષ-યક્ષિણીઓની કરવામાં આવતી સ્તુતી–પ્રાર્થના અને એમની પાસે કરવામાં આવતી યાચનાનું પ્રમાણ અનેકગણું વધી ગયું છે! આવા વિધવિધાનો જે વીતરાગ ૫ રમાત્માની ઉપાસના અને વીતરાગદેવે પ્રરૂપેલ ધર્મની આરાધનાની દિશામાં દોરી જવાને બદલે આપણું રાગદષ્ટિ કે સરાગભાવ તરફ દોરી જાય તે પછી મોક્ષમાર્ગની આરાધના આપણાથી દૂર ચાલી જાય તે એમાં શી નવાઈ? આજે જાણે આપણે વીતરાગદેવ અને મોક્ષમાગી ધમને ભૂલીને કે ઈ માયાજાળ કે ભ્રમજાળમાં વધારે પડતા અટવાઈ ગયા હોઈએ એવું જ લાગે છે! આપણા વમ અને સંઘ, એ બન્નેના વેગક્ષેમની દષ્ટિએ આ વાત આપણે અને વિશેષ કરીને આપણા સ નાયકે એ ગંભીરપણે ધ્યાન આપવા જેવી અને છાવટ કરવા જેવી છે. અમે ઇચ્છીએ છીએ કે આ બાબતની તટસ્થ, મર્મગ્રાહી અને સર્વસ્પશી વિચારણા કરવામાં આવે, જેથી શ્રીસંઘને ધમ ને સાચે માર્ગ મળે. પણ આ અંગેની વર્તમાન પરિસ્થિતિની છણાવટ એ અમારી આ નોંધનો ઉદ્દેશ ન હોવાથી એને આટલે સામાન્ય નિર્દેશ કરવાની સાથે આ બાબતમાં વિચારક અને સઘતચિંતક પિતાના વિચારો દર્શાવે એવું આમંત્રણ આપીને સંતોષ માનીએ છીએ, આ વિચા ને અમે
૮૪૮
૧. ૧૫ ૧૧-૦૫