SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મમય આચરણ માટે નકકી કરેલા અનેકવિધિ-નિષેધને કારણે જૈન ધર્મ ઈતર ધર્મોથી જુદે પડે છે. એ દેખીતું છે. અન્ય ધર્મના પર્વ દિવસોમાં મોટે ભાગે, આનંદ ઉત્સવ અને ખાન-પાનને આશ્રય લેવામાં આવે છે, ત્યારે જૈનધર્મો દર્શાવેલ પર્વેનો હેતુ મેક્ષ જેવા અનાહારી (જયાં ખાનપાનની જરૂર જ ન પડે એવા) પદની પ્રાંતિની દિશામાં આગળ વધવાને હોવાથી એ દિવસોમાં શ્રી સંધ અહિંસા-સંયમ તાપમય ધર્મની આરાધના વિશેષ અને વ્યાપક રૂપે કરે છે, એ પણ સુવિદિત છે. પણ જેનધર્મો પ્રબંધેવી ક્ષમાપના પ્રધાન પ્રતિક્રમણની આરાધના એ તે એની આગવી અને અને સર્વશ્રેષ્ઠ વિશેષતા છે. ભગવાન તિર્થંકરે “હું બધા ને ખમાવું છું અર્થાત જે કોઈ જીવોએ મારા તરફ ભૂલભરેલ વિચાર-વાણી-વર્તનનો પ્રયોગ કર્યો હોય, એમના એ દોષને હું ભુલી જાઉં છું, મારાથી જાણતાં-અજાણતાં કેઈપણ જીવને મન-વચન-કાયાથી અપરાધ સેવાઈ ગયો હોય એમની હું અંત:કરણથી માફી માગું છું; મારે વિશ્વના સમસ્ત જી સાથે મૈત્રી છે અને વૈર વિરોધ કેઈના પ્રત્યે નથી” એવી ઉદાત્ત આજ્ઞા આપી છે, અને “જે ક્ષમાપના કરી જાણે છે તે આરાધક છે અને જે ખમાવી જાણતું નથી તે આરાધક નથી” એમ કહ્યું છે તે આ વાતનું જ સમર્થન કરે છે. બીજાની ભૂલની માફી. આપનાર–એ ભુલેને ભુલી જનાર–આત્મા ઉદારતા, ખેલદિલી અને ડંખરહિતપણુ જેવા ગુણોને કેળવીને અને બીજી પાસે પોતાની ભૂલની માફી માગનાર આત્મા નમ્ર. સત્યપરાયણતા અને જીવનશૈધન જે સદગુ ગાને આદર કરીને. પિતાની જાતને ઉન્નત કરે છે. રાગ-દ્વેષ, કષાયે અને પાપના પુંજ સમાં અવતની માયા, જાળમાંથી મુક્ત બનીને સમભાવને સિદ્ધ કરવાને અને એ દ્વારા છેવટે સિધિપદ સુધી પહેાંચવાનો આ જ રાજમાર્ગ છે. વળી, જૈન સાધનામાં જેટલું મહત્ત્વ ક્ષમાપનાની ભાવનાનું છે, એટલું જ મહત્ત પ્રતિક્રમણની ભાવનાનું છે પિતાના હાથે જે કંઈ અકાર્ય કે દે, જાણતાં કે અજાગૃતાં, થઈ ગયાં હોય, એ આત્માના નિજસ્વરૂપ કે સ્વભાવને રૂંધી નાખીને એને કર્મોના કચરાથી મલિન અને ભારબોજ બનાવી દે છે. એટલે આ દોષને શોધવા-સમજવા-સ્વીકારવાને પ્રયત્ન કરીને, અંતરમાં શ્ચિાત્તાપની પાવક જ્વાળા પ્રગટાવીને અને છેવટે એનું સમજ અને હર્ષપૂર્વક પ્રાયશ્ચિત્ત કરીને એ દોષે કે અકાર્યોને અને એની અસરને નાબૂદ કરવાને પુરુષાર્થ કરવામાં ન આવે તો આત્મશુધ્ધિ કે આત્મસાક્ષાત્કારરૂપ વિશિષ્ટ લાભ મળે જ કેવી રીતે? આત્માને હળવે અને વિમળ કરવાનો આ પુરુષાર્થ એનું નામ જ પ્રતિક્રમણ-દોષમય પ્રવૃત્તિથી પાછા હઠવાની ક્રિયા છે. એટલે ક્ષમાપના અને પ્રતિક્રમણ એ જૈન ધર્મે ઉદબોધેલી આત્મસાધનારૂપ રથનાં બે ચઢે છે. કદાચ એમ કહી શકાય કે એ બન્ને એકબીજાના પૂરક છે. અને આથી પણ આગળ વધીને કહેવું હોય તે કદાચ એમ પણ કહી શકાય કે આ બેમાં ક્ષમાપના ની ભાવનું સ્થાન એવું વિશિષ્ટ છે કે એને અપનાવ્યા વગર ન તે સાચું પ્રતિક્રમણ કર્યું કહેવાય કે ન તે પ્રતિક્રમણની ભાવના સાચા અર્થમાં ચરિતાર્થ થઈ શકે.. આટલો બધો અસાધારણ મહિમા છે જૈન શાસનમાં ક્ષમાપનાની ભાવનાને. આ પઈ ક્ષમાપના અને પ્રતિક્રમણની ભાવનાની થેડીક તાત્વિક વિચારણા. ક્ષમાપના અને પ્રતિક્રમણ જેવી આત્મલક્ષી ક્રિયાની પાછળ રહેલી ભાવનાના આટલા તાત્વિક નિરૂપણના પ્રકાશમાં અમારે શ્રી તપગચ્છ જૈન સંઘને કંઈ કહેવું છે અને આવી ૩] - “મા” વિશેષાંક
SR No.537872
Book TitleJain 1975 Book 72
Original Sutra AuthorN/A
AuthorGulabchand Devchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1975
Total Pages392
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy