________________
છે ઉપવન જેનું અને અતિ ઉત્તમ પ્રાચીન જિનાલયથી શોભતા વિદ્યાપુર (વિજાપુર) નગરમાં દા, દાન, પરોપકાર વગેરે અનેક ગુણેથી પાટીદાર જ્ઞાતીમાં અગ્રગણ્ય શ્રી શિવાભાઈ પટેલના ઘેર અધિકતમ આનંદ વર્તાઈ રહ્યો છે. સુલક્ષણી સુશીલ નારીરત્ન અંબાબેને પુત્રરત્નને જન્મ આપે છે. પુત્રના લક્ષણ પારણે
ઝબઝખ ઝબકારામારતું ભવ્ય લલાટ, તેજ તેજના અંબાર જેવું મુખારવિદ, કમલની કેમલ પાંખડીયું જેવા લોચનીયાં, “ગૌરવર્ણ સુકમલ કાયા વગેરે અનેક સુલક્ષણેથી શોભતે, હસતે અને કુદતે બાળક સહુનું સતત એકધારું આકર્ષણ કરી રહ્યો છે. કાલુ કાલુ બેલે તે જાણે કે મેતિડા વેરાયા. ખીલખીલાટ હસે તે જાણે કે ફૂલડા ખર્યા. સહુના હેતનું તે ભાજન બન્યું. મામા-મામી અને માસીએ તે પ્રેમમાં જ નવરાવી દીધું. ફેઈએ નામ પાડ્યું “બહેચર’ બીજના ચંદ્રની જેમ દિન-પ્રતિદિન વૃદ્ધિ પામે. ભાવીના એંધાણ
સહુના મુખમાંથી એકાએક તીણી ચીસ નીકળી ગઈ. “ઓ બાપરે! હે ભગવાન...તું મારા લાલનું રક્ષણ કરજે.” શ્વાસ થંભી ગયે, જીવ અદ્ધર થઈ ગયે. સહુ ધ્રુજી ઉઠયા અકથ્ય ભયથી. અવાક્ બની ગયા અગમ્યના એંધાણથી.
પ્રાણુથી અધિક પ્યારે નાને બાલુડો નિદ્રાધિન છે. વૃક્ષની ડાળીએ બાંધેલી ઝેળીમાં સૂતે છે. કાળે ભયંકર નાગ મસ્તક ઉપર ફણા પ્રસારીને ડેલી રહ્યો છે.
ચિત્તને ચક્રાવે ચડાવે એવું હદયદ્રાવક ભયાનક દશ્ય જોઈને સહુએ મનની એકાગ્રતાપૂર્વક ઈષ્ટદેવની પ્રાર્થના કરી. કુલદેવતાની બાધા આખડી રાખી. આ જીવલેણ આકસ્મિક આપત્તિમાંથી હેમખેમ પાર ઉતરવા માટે પરમ કૃપાળુ, દયાના સાગર, પરમાત્માશ્રીને આતમ સાખે મને મન સહુ પ્રાથી રહ્યા.
“કરૂણા કરજે હે કીરતાર...રક્ષા કરજે હે ભગવાનને તારે એક છે આધાર.રક્ષા , કરૂણાના સાગર હે ભગવાન! અમારા કુલદિપકની તું રક્ષા કરજે !” એક મહાત્માએ ભવ્ય આગાહી કરતું ભાવિ કથન કરતાં કહ્યું. તે 'यह लडका एक बड़ा संत-योगी होगा।'
સહુના અંતરની પ્રાર્થના જાણે કે તેણે જ સાંભળી ન હોય! તેમ તે સ ત્યાંથી ચાલે ગયે. સહુના જીવમાં જીવ આવ્યા. બધાયના હૈયે શાંતિ વળી. સહુ આનંદી ઉઠયા.
બાળકને હૈયા સરસો ચાંપીને વહાલથી ચૂમીએ ભરી. હસતું રમતું ફૂલ
બાળકે પા-પા પગલી માંડી. ધીમે ધીમે ઘરમાં અને પ્રાંગણમાં, શેરીમાં અને ઘેર ઘેર એ પહોંચી જતો. સહુના મન લેભાવી જતે પછી તે સરખે સરખા ગેડીયાઓની ટુકડી
४६२
; જેન:
છે. ૨૮-૬-૭૫