________________
પરમપૂજ્ય રોગનિષ્ઠધુરંધર આચાર્યભગવન્ત
શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મ. સા.ની
જીવ ન - જયો ત
પરમપૂજ્ય ગુરુદેવશ્રીના ૫૦મા સ્વર્ગોહણ-સુવર્ણ જયંતિ મહોત્સવ પ્રસંગે
પૂજ્ય આચાર્યશ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મહારાજ પૂજ્ય આચાર્યશ્રી સુબોધસાગરસૂરીશ્વરજી મહારાજ
: લે ખ ક : પૂજ્ય આચાર્યશ્રી મનહરકીતિસાગરસૂરીશ્વરજી મહારાજ
પ્રગટયો પુણ્યપ્રકાશ
શીલ, સંસ્કાર અને સુવિશુદ્ધ સંયમની સૌરભથી સદાય યવંતી ગુર્જર દેશની શસ્યશ્યામલા રત્નગર્ભા ધરતી ઉપર એક દિવસ તેજપુંજ પ્રગટ.
વિક્રમ સંવત ૧૯૩૦. મહા માસને કૃષ્ણ પક્ષ, ચતુર્દશીની રાત્રી. લૌકિક પર્વને એ ઉજવણને દિવસ.
ઉત્સવ પ્રિય જનસમુદાય આનંદમાં મસ્ત હતા. ઘેર ઘેર તેરણયા બંધાયા. નાના-મોટા સહના આનંદની સીમા નથી. તેમાં પણ નાના-નાના ટબુડીયાઓના વિકસીત નયને, પુલકીત હૈયા અને આનંદની નાચતી-કુદતી રેખાઓથી સભર મુખારવિન્દ્ર જોઈને ઉત્સવના રંગની મસ્તી અને ઉમંગ જોવા મળતું હતું. - શ્રમિત મનને આનંદથી ભરી દેતા મંદ મંદ વાતા શિતળ વાયુથી સર્વત્ર આનંદની લહેર પ્રસરતી હતી. કેકીલ અને મયુરના કર્ણપ્રીય સુમધુર સંગીતથી સર્વત્ર શાંતિ પ્રસરતી હતી. - તન અને મનના શ્રમને ભૂલાવી દેતી આમ્રવૃક્ષની સુરમ્ય ઘટાઓમાં આશ્રમંજરીની મદસભર મહેકતી સૌરભથી આકર્ષિત થઈને વારંવાર કુંજન કરતા કેકીલ સમુદાયથી શોભી રહ્યું
તા. ૨૮-૬-૭૫