________________
નવદી ક્ષેત મુનિ માણેકસાગરજીનું ચિત્ત મનના મારથ સફળ થયાને આહૂલાદ અનુભવી રહ્યું. સામે જ્ઞાનના સાગરસમાં ગુરુ હતા અને અંતરમાં જ્ઞાન અને ચારિત્રની નિમેળ અને ઉત્કટ આરાધનાર્થ જીવનને ઉન્નત બનાવવાની અદમ્ય ભાવનાની સરિતા વહેતી હતી. અને એ માટે ગમે તેટલી મહે ત ઉઠાવવાની મુનિશ્રી માણેકસાગરજીની તૈયારી હતી. તેઓ પૂણગથી પોતાના ગુરુદેવની તે કિતમાં અને જ્ઞાન–ચારિત્રની સાધનામાં એવા એકાગ્ર થઈ ગયા કે જેણે એમાં પિતાની જાતને જ મર્પિત કરી દીધી અને વિસારી દીધી !
મુનિ માણેકસાગરજીએ પોતાના ગુરુવર્યના ચરણે બેસીને વ્યાકરણ અને ન્યાયશાસ્ત્રનો અભ્યાસ કર્યો; અને આ રીતે મેળવેલી જ્ઞાનાર્જનની વિશેષ યોગ્યતા અને ગુરકપાના બળે એમણે આપણાં પવિત્ર જેન આગમસૂત્રનું ઊંડુ અને મર્મગ્રાહી અધ્યયન કર્યું. ક્રમે ક્રમે મુનિ શ્રી માણેકસાગરજીએ ગુરુ કિત, જ્ઞાને પાસના અને ધર્મક્રિયા માટેની જાગૃતિરૂપ ત્રિવેણી સંગમ સાધીને પોતાની સંયમયાત્રા વધારે ઉજમાળ બનાવી. એમનું જીવન મૂક ધર્મસાધનાના દાખલારૂપ બની ગયું.
આગ શાસ્ત્રોનું તેઓનું અધ્યયન આગમના મહાન ઉદ્ધારક ગુરુના ઉત્તરાધિકારીને શેભે એવું મમ: શાહી અને વ્યાપક હતું. કેઈ પણ આગમ પદાર્થનું જ્યારે તેઓ વિવેચન કરતા ત્યારે કોઈ પણ પોતાને, જિજ્ઞાસુને તથા અભ્યાસીને એમની આવી જ્ઞાનગરિમાનાં સુભગ દર્શન કરવાને અષસર મળે તે આમ છતાં તેઓ પોતાના જ્ઞાનતેજથી બીજાને આંજી નાંખવાને કયારેક પ્રયત્ન ન કરતા, એમના જ્ઞાનીપણાની વિરલ વિશેષતા હતી. આનો અર્થ એ કે એમનું જ્ઞાન કેવળ બુદ્ધિના વૈવ જેવું બહિર્મુખ કે ઉપરછલ્લું નહીં પણ પોતાના અને બીજાના અ તરમાં અજવાળા પાથરે એવુ અંતર્મુખ, જીવનસ્પશી° અને ઉપકારક હતું. આના લીધે જ તેઓ જ્ઞાનીપણાના અભિમાનથી સર્વથા અલિપ્ત રહી શક્યા હતા, અને “જ્ઞાનાર્થે જ વિરતઃ ” એ ધર્મસૂત્રને ચરિતાર્થ કરી શક્યા હતા.
વિ. સ. ૧૯૯૨ની સાલમાં ગિરિરાજ શ્રી શત્રુંજયતીર્થની પવિત્ર છાયામાં તેઓને આચાર્યપદ આપવામાં આવ્યું હતું. પદ કે પદવીને એમને ક્યારેક મોહ ન હતા, એટલે, અરિહંતના અભાવમાં, 'જૈન સંઘ ૮ થવસ્થામાં જેમનું સ્થાન સૌથી વધુ મોભાવાળું તેમ જ જવાબદારીવાળું લેખવામાં આવ્યું છે. આચાર્યપદને તેઓએ ભારે જવાબદારીવાળા સ્થાન તરીકે સ્વીકાર કર્યું હતું અને એ જબાબદ રીને નભાવી અને શેલાવી જાણુને એને મહિમા વધારવા સતત પ્રયત્ન કર્યો હતે. એકસો જેટલા મુનિરાજે અને ચારસો જેટલાં સાધ્વીજી મહારાજના ગચ્છાધિપતિ તરીકે શાંતિ, સમતા અને શાણપણ પૂર્વક એમણે, પિતાના ગુરુદેવના સ્વર્ગવાસ પછી, એક પચીશી સુધી જે કામગીરી બજાવી હતી, એનું સૌ કોઈ કૃતજ્ઞતાની ઊંડી લાગણી સાથે સ્મરણ કરે છે, એ જ બતાવે છે કે તેઓ બે સૌ પ્રત્યે કે વાત્સલ્યભર્યો વ્યવહાર કર્યો હતો!
પિતા ગુરુવર્ય તરફની એમની ભક્તિ દાખલારૂપ બની રહે એવી હતી. અને પોતાના ગુરુશ્રીએ રચેલ નાના-મોટા ૨૨૦ જેટલા ગ્રંથનું સંશોધન-સંપાદન કરીને એમણે ગુરુબાણને પૂરું કરવાનો વિનમ્ર છતાં સમર્થ પ્રયત્ન કર્યો હતે. ઉપરાંત, તેઓશ્રીએ પિતે પણ અનેક ગ્રંથનું સશે ધન-૨ પાદન અને સર્જન કર્યું હતું. તેથી તેઓની મુતભક્તિ અને બહુશ્રુતતાને લાભ, જેમ વાગમશરું ની વાચનારૂપે અનેક સાધુનિરાજે તથા સાધ્વીજી મહારાજોને મળ્યો હતે તેમ, દીર્ઘ સમય સુધી શ્રીસંઘને તથા જ્ઞાનરસિક વ્યક્તિઓને મળતું રહેશે. આગમ-વાચન એ તે એમને, નિ યક્રમ હ; અને તબિયતની સ્વસ્થતા-અસ્વસ્થતાની ચિંતા સેવ્યા વગર એ ક્રમનું તેઓ બરાબર પાલન કરતા હતા.
તા. ૧૭-૫, ૭૫