________________
પેટીપાગ (પાલીતાણા)માં શ્રી સિદ્ધાચલ શણગાર ટ્રેકનું ઝડપભેર થઈ રહેલ નિર્માણ
શ્રી સિદ્ધાચલ તીના પ્રાચીન તલાટી રૂપ ઘેટી પાગે (પગલે), પૂ. આ.શ્રી વિજયમંગલપ્રભસૂરિજી મ. તથા પુ. ૫. શ્રી અરિહંતવિજયજી ગણિવર્યની પ્રેરણાથી, અંદાજે શ. ૨૫ લાખના ખર્ચે થનાર શ્રી સિદ્ધાચલ શણગાર ટૂં કનુ નિર્માણકાર્ય ઝડપભેર આગળ વધી રહેલ છે. પુ. આચાર્યશ્રી તથા પન્યાસજી મ.ની નિશ્રામાં, પેષ વદ ૫ ના આયાજિત મંદિર નિર્માણ શિલાન્યાસ પ્રસ ંગે, તેની ખનનવિધિ શ્રી ગણેશમલજી દીપચંદજી (બેંગલાર)ના શુભ હસ્તે અને શિલારાપણ વિધિ સશ્રી લક્ષ્મીચંદજી હુજારીમલજી કોઠારી (બેંગલેાર), જવાનમલજી પ્રતાપજી ખેડાવાળા (કીમ), ક્રાંતિલાલ સાકરચંદ (અમદાવાદ), દેવીચંદજી પ્રતાપજી નાણાવટી (ખીવાણુદી) અને ચિમનલાલ રિાચંદજી (ખીવાણુદી)ના વરદ્ હસ્તે થઈ હતી.
ત્રણ મજલાની ભવ્ય અને વિશાળ આ ક્રૂકના પ્રથમ મજલા (બાંયતળીયા)નું કામ વૈશાખમાં પુરૂં થવા સંભવ છે. ટૂંકના ખીજા મજલે શ્રી આદીશ્વર પ્રભુના મુખ્ય મ ંદિરની ફરતી નિર્માણ થનાર દેરીને શિલાન્યાસ વૈશાખ સુદમાં થનાર છે. ભૂત, ભવિષ્ય અને વમાન એમ ત્રણ ચેાવીશી, વીશ વિહરમાન અને ચાર શાશ્વત એમ ૯૬ પ્રભુની થનાર આ દેરીના શિલાન્યાસ માટે ધણા ભાવિકાએ નકરાના શ. ૧૦૦૧ ધાવી સુઅવસર પ્રાપ્ત કરેલ છે. હવે પ્રાય: ૨૦ દેરીઓ જ નોંધાવવી બાકી છે.
આ ફૂંકના મુખ્ય મંદિરમાં બિરાજમાન કરવામાં આવનાર શ્રી આદીશ્વર પ્રભુજીની પ્રતિમાજી સુવર્ણગિરિ (જાલોર)ની ભૂમિમાંથી પ્રગટ થયેલ, સંપ્રતિ મહારાજાએ ભરાવેલા, ૨૨૦૦ વર્ષના પ્રાચીન અને પ્રભાવક છે. અગાઉ આ પ્રતિમાજી ચલી (રાજસ્થાન) ગામમાં બિરાજમાન હતી. અને ત્યાં આસપાસના ૫૦ ગામાના સધાના વર્ષગાંઠ દિને મોટા મેળા ભરાતા,
144
હાલ આ પ્રતિમાજી પાલિતાણા—સાંડેરાવ જિતેન્દ્ર ભુવનના દેરાસરમાં બિરાજમાન છે,
ઘેટી પાગે થનાર આ સિદ્ધાચલ શણગાર ફૂંકના ભવ્ય નૂતન નિર્માણથી તેના પૂર્વ મહિમા ફરી જાગતા
બનવા સાથે યાત્રિકાને એક પ્રાચીન પુણ્યભૂમિના સ્પનને અને અર્વાચીન નૂત । ફૂંકનાનતાએવડા-અદ્લાદકારી લાભ પ્રાપ્ત થશે.
મહુડી (મધુપુરી) તીર્થોમાં વરસીતપના પારણાં
|
'
|
પરમ પૂજ્ય યોગનિષ્ઠ આચ ભગવંત શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મ. સાહેબના પ્રેરણામય આ તીમાં સત્તાવીશ જિનાલયના પ્રતિષ્ઠા સમયે નક્કી કર્યા પ્રમાણે દર સાલ વરસીતપના પારણાં કરાવવા' એ મુજબ આ વર્ષે પણ વૈશાખ સુદ ૩ને બુધવાર તા. ૧૪-૫-૭૫ના રાજ શ્રી આર્દશ્વર ભગવાનની ૫૧ ઈંચની પ્રતિમાજીને ઈક્ષુ રસ ડે પક્ષાલ કરવામાં આવશે અને ત્યાર બાદ સંસ્થાના મડપમાં તપસ્વીઓને પારણાં કરાવવામાં આવશે. તે દરેક તપસ્વી ભાઇબહેનને વરસીતપના પારણા માટે અત્રે પધારવા અમારું ભાવભર્યું આમંત્રણ છે.
અત્રે પધારનાર તપસ્વીઓએ મૈત્ર સુદ ૧૫ સુધીમાં નામ નોંધાવવા જરૂરી છે.
જૈન
લિ.
શ્રી મહુડી (મધુપુરી) જૈન વે. કારખાના
મુંબઈ લવાજમ ભરવાના સ્થળા : (૧) મહેન્દ્રકુમાર ગુલામચ'દ
ઠે. શ્રી જૈન શ્વે. કોન્ફરન્સ ઓફિસ ગોડીજી બિલ્ડીંગ, ખીજે માળે, પાયની, મુંબઈ ર
(૨) શાહ ચુનીલાલ લવજીની કુાં. ૫, નાગદેવી, સ્ટ્રીટ, સુખ-૩
તા ૨૨-૩-૭૫
।