________________
1
.
*
|
શ્રી વીરતત્વ પ્રકાશક મંડળ-શિવપુરી
{ [સંસ્કૃત મહાવિદ્યાલય] આ
શ્રી વીતત્વ પ્રકાશક મંડળ-શિવપુરી (મધ્યપ્રદેશ) દ્વારા સંચાલિત છાત્રાલય ૧૫ ઓગસ્ટ ૧૯૭૩થી પ્રારંભ કરેલ છે. આ સંસ્થા શાસનદીપક પૂ. મુનિરાજશ્રી વિદ્યાવિજયજી મહારાજની પ્રેરણાથી સ્થપાયેલ છે. આ મહાવિદ્યાલયમાં પં. શ્રી બેચરદાસ, શ્રી જયભિખ્ખ જેવા મહાન વિદ્વાનેએ વિદ્યાભ્યાસ કરેલ છે.
થોડા વર્ષોથી આ સંસ્થા બંધ પડેલ હતી પણ સ્થાનિક સંઘના સહકારથી અને મુંબઈની કમિટીની પ્રેરથી ચાલુ કરેલ છે. છાત્રાલયમાં ધારણ ૮ થી આગળના અભ્યાસ માટે દાખલ કરવામાં આવે છે. આ મહાવિદ્યાલયમાં વિદ્વાને તૈયાર કરવાની પણ સગવડ છે. વિદ્યાથીઓને ધાર્મિક તથા સંસ્કૃતના અભ્યાસ માટે સગવડ છે. આ સંસ્થામાં વી.ટી.પી. હાયર સેકન્ડરી સ્કુલ ચાલે છે. જે સરકાર માન્ય છે. ધોરણ ૧ થી ૧૧ સુધી દરેક વિષયે લેવામાં આવે છે. શિવપુરીમાં ડિગ્રી કોલેજ અને આઈ. ટી. આઈ પણ છે. કેલેજમાં અભ્યાસ કરવા ઈચ્છતા વિદ્યાથીઓને પણ પ્રવેશ આપવામાં આવે છે.
દાખલ થવા ઈચ્છતા વિદ્યાથીઓએ નીચેના સરનામેથી અરજી પત્રકો તથા માહિતી મંગાવી પ્રવેશ જલદી મેળવી લેવા વિનંતી છે. મર્યાદિત સંખ્યામાં વિદ્યાથીઓને દાખલ કરવાના હોઈ જલદી પ્રવેશ મેળવવા સંપર્ક સાધે.
સ્વતંત્ર હવા ઉજાસવાળું મકાન, જૈન દેરાસર, સ્વતંત્ર હાઈસ્કુલ, અને બીજી સુવિધા છે. ધાર્મિક અભ્યાસ કરનાર વિદ્યાથીને વીના લવાજમે દાખલ કરવામાં આવશે.
. પૂજ્યપાદ આચાર્યપ્રવરે તથા પૂ. મુનિપુંગવે તેમ જ ગામેગામના શ્રી જૈન
સંઘને વિજ્ઞપ્તિ કરીએ છીએ કેઃ પર્વાધિરાજ પર્યુષણ પર્વ પ્રસંગે આ સંસ્થાને અચૂક યાદ કરી “ફુલ નહિ તે કુલની પાંખડી” મેકલવા પ્રેરણા કરશે અને મોકલશે.
લિ. ભવદીય, શાંતિલાલ મગનલાલ શાહ રૂપચંદ પન્નાલાલ ભણશાળી
મંત્રીઓ ઠેકાણું :
શ્રી વિજયધર્મસૂરિ સમાધિમંદિર રેલ્વે સ્ટેશન પાસે, શિવપુરી (મધ્યપ્રદેશ)
પર્યુષણક]
જન :
[ પ૮૧