________________
સમુદાયનો બાહ્ય અને આત્યંતર વિકાસ કેવી રીતે સધાય એ અંગે કંઈક વિચારવિનિમય કર. કે દે, બફોસ ની સાથે કહેવું પડે છે કે, આજકાલ જૈન, સમાજના યુવાનો અને યુવતીઓના ખાન-પાન અને આચાર-વિચારમાં ચિંતા ઉપજાવે એટલી હદે બગાડો થવા લાગ્યા છે. તેથી આપણું સમુદાયનાં તેમ જ બીજા સમુદાયનાં સાધ્વીજીઓ વ્યાખ્યાતા બની આ સામાજિક-ધાર્મિક પતનને રોકવામાં મદદરૂપ થાય, એમ હું ઈચ્છું છું. આજકાલ ક્યા સમુદાયનાં સાધ્વીજીઓ વ્યાખ્યાન નથી વાંચતાં એ જોવાનું છે. - બહેનો પણ આ ક્ષેત્રમાં ઘણું કામ કરી શકે છે. આજકાલ ઈન્દિરા ગાંધી જેવી બહેન ભારતનું રાજકીય સુકાન સંભાળી રહ્યા છે. ભગવતી સાધ્વીજીએ પણ આગળ વધીને સંઘના તથા યુવક-યુવતિઓના સંસ્કારો ઘડવાનું તથા સાચવવાનું તેમ જ ધર્મના પ્રચારનું કામ કેમ ન કરી શકે? માટે મારી તો ભાવના છે કે આપ સૌ આ વાતને વિચાર કરે અને આગળ વધે. આટલા માટે સાધ્વીસમેલન કહો કે સાધ્વી-ઉત્કર્ષ-વિમર્શ કહો, ગમે તે કહો, પણ આપણે તો વીરશાસન કેમ શોભી ઊઠે અને શાસનની પ્રભાવના કેમ થાય, એને વિચાર કરવાનો છે. એટલા માટે આ વિચારણા કરવાનું આગળ ઉપર ન રાખતાં આ કાર્ય માટે જલદી તત્પરતા બતાવવાની છે. કેમકે કેટલાંક સામગ્રીઓ વિહાર કરવાની તૈયારીમાં હશે. એટલા માટે ફાગણ સુદિ ૧૫ તથા ફાગણ વદિ એકમ તથા બીજ એમ ત્રણ દિવસ સાધ્વી-સંમેલન માટે નક્કી રાખીએ. આ માટે વધારે વખતની જરૂર હશે તે પછીથી તે વધારી શકાશે.
આ સન્મેલનમાં બધાં સાધ્વીજીઓએ બોલવાનું છે. એમાં લેશમાત્ર સંકેચ કે ગભરાટ અનુભવ્યા વગર સૌ બોલે એવી મારી ઈચ્છા છે. જેઓ કદી પણ બેલ્યાં ન હોય તેઓ પોતાને જે કંઈ કહેવું હોય તે એમ માનીને કહે કે અમારી સામે કઈ બેઠું નથી. અને એમ સમજીને પિતાને વિચારો વ્યક્ત કરે. કોઈને બીજું કંઈ પણ બેલવાનું ન સૂઝતું હોય તે છેવટે નવકાર મહામંત્ર સંભળાવે. પણ વ્યાસપીઠ ઉપર આવી પિતાનું વક્તવ્ય શ્રોતાઓ સમક્ષ રજૂ કરે, એવી મારી અભીપ્સા છે.
સાધ્વી-સંમેલન ફાગણ સુદિ પૂનમ, તા. ૧૮-૩-૭૩, રવિવારના રોજ બપોરના અઢી વાગતાં, વડોદરામાં, શ્રી આત્માનંદ જૈન ઉપાશ્રયના સભાખંડમાં, સરળસ્વભાવી, ઉદારચરિત આચાર્ય મહારાજ શ્રી વિજયસમુદ્રસૂરિજીના સાંનિધ્યમાં, એમનાં આજ્ઞાવર્તી સાધ્વીજી મહારાજે સંમેલનના રૂપમાં પહેલીવાર મળ્યાં હતાં. આચાર્ય મહારાજની આજ્ઞાથી, બધા સાધ્વીસમુદાયમાં વડાં સાધ્વીજી પ્રગતિની શ્રી કપૂરશ્રીજી મહારાજે મંગલાચરણ કર્યું હતું. આ પ્રસંગે આચાર્ય મહારાજે સૌના ઉત્સાહમાં વધારો થાય એવી મમતા અને વાત્સલ્યથી ભરેલી વાણીમાં ટૂંકમાં પોતાની ભાવનાનું પુનરુચ્ચારણ કરીને બધાં સાઠવીજીઓને પિતાનું વક્તવ્ય રજૂ કરવાને અનુરોધ કર્યો હતું. આ સમારોહમાં, આચાર્ય મહારાજની સૂચનાથી જાણીતા લેખક શ્રીયુત રતિલાલ દીપચંદ દેસાઈ ત્રણે દિવસ હાજર રહ્યા હતા.
સાધ્વીજી શ્રી કુસુમશ્રીજીએ દાનધર્મનો મહિમા વર્ણવીને ધનસાર્થવાહનું દૃષ્ટાંત કહી સંભળાવ્યું હતું.
સાધ્વીજી શ્રી મૃગાવતીશ્રીજીએ કહ્યું કે, જ્યારે બીજા સમુદાયનાં સાધ્વીજીઓના વિકાસની આડે, એમના વડીલે, એક યા બીજી જાતના અવરોધ મૂકતા રહે છે, ત્યારે આપણું ગુરુદેવ - ભ૦ મહાવીર જન્મકલ્યાણક વિશેષાંક : જૈન
[ ૧૯૫