SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪ જેનહિતેચ્છુ. આદર્શ રજુ કરી માર્ગ બતાવી-થોડી મદદ કરી ચાલ્યા જાય છે અને પછી મનુષ્યોએ એ આદર્શને પહોંચવાને સ્વતંત્ર ઉદ્યમ કરવો પડે છે. એમ કરતાં વચ્ચે અનેક વિદને-લાલચો-પ્રમાદ વગેરે નડે છે. તેથી જેને આપણે પાપી, દેષ, અપરાધ', ગુન્હા વગેરે નામથી ઓળખીએ છીએ એવા બનાવો બનવા પામે છે, કે જે બનાવો તદન આવશ્યકીય અને કુદરતી છે. એ ખત્તાઓમાંથી તો માણસ વહેલો કે મોડે અનુર્ભવ-શિક્ષણ-દર્શન’ { realisation) મેળવે છે અને પ્રથમ મહાવીરના વખતમાં જેમ લેકો ભકિતથી હેમના હુકમો પાળતા તેમ હવે અને માણસ સાનપૂર્વક તે હુકમ પ્રસન્નતાથી પાળે છે અને પરિણામે સ્વતંત્ર- મુક્ત આત્મા’ બને છે. યુગની શરૂઆતમાં લોકો યુગલી-ભેળીઆ સમજ વગરનાભલા આદમી હોય છે અને તે વખતે પાપ કરતા નથી, પણ તે પાપ કેમ થાય હેની સમજ ન હોવાને લીધે જ; પછી તે લોકોની ગુપ્ત રહેલી બુદ્ધિવિષયક શક્તિઓ ખીલવવા શ્રી કષભદેવ જેવા તીર્થકર હેમને ખેતી પાકશાસ્ત્ર વગેરે શીખવે છે, આગળ વધતાં બુદ્ધિ વધારે ખીલે છે અને બુદ્ધિના ઓજારથી થતાં પાપો પણ તેઓ કરે છે, પછી આ પાપ વધી પડે છે હારે અધ્યાત્મ અથવા પશિક્ષણ આપનાર વીર આવી મળે છે અને પાપોનાં દુઃખેના અનુભવથી તથા ધર્મશિક્ષણથી તે માણસ પુનઃ જુગલીઆ જેવો નિર્દોષ બને છે. પણ યુગની શરૂઆતના યુગલીઓમાં અને બુદ્ધિવાદના ચક્રમાં ભટકી આવી પુનઃ નિર્દોષ બનેલા યુગલીઓમાં જમીન આસમાનને તફાવત છે. પહેલામાં અજ્ઞાનમિત્ર નિર્દોષતા છે, બીજામાં જ્ઞાનભિન્ન પવિત્રતા છે; પહેલાને મેક્ષ ઘણું દૂર છે-એટલેસુધી કે મેક્ષ શું તે તે સહમજી પણ શકતો નથી, હારે બીજે મોક્ષને નજીકને પડેશી થયો છે. આ પ્રમાણે સમયની ઘટમાળ ચાલ્યા કરે છે, ઉદ્ધાતિક્રમને કાયદે પિતાનું કામ બજાવ્યે જાય છે. તે કાયદે સીધે ચાલતો નથી, દાદરની માફક કે લીફટની માફક નહિ પણ ગોળ ચકરાવાવાળી નિસરણી માફક હેની ગતિ છે. એક સ્થંભની આસપાસ ચકરાવો ખાતા ખાતા આપણે ઉંચે રહડીએ છીએ; અને જે કે દરેક પગથીઆ પછી પાછા એકજ ખૂણે આવી લાગીએ છીએ તે
SR No.537771
Book TitleJain Hitechhu 1919 12 to 1920 10
Original Sutra AuthorN/A
AuthorVadilal Motilal Shah
PublisherShakrabhai Motilal Shah
Publication Year1919
Total Pages288
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Hitechhu, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy