SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ - (૧) સત્યાથીઓ. કર્તવ્ય. * અસર તો લેશ માત્ર પડતી નથી; હે સાધુવર્ગ ખેંચે છે ત્યહાં સમાજ દેરાય છે. તેથી તે સમાજની દરેક સંસ્થા૫ર સાધુઓનું પ્રબળ ચક્ર રહે છે. મજા તે એ છે કે સાધુ પણ આચાર્ય પદવી, પ્રતિષ્ઠા આદિની સુધાને વશ થઈ એકબીજાના વિરોધી બને છે.આ સાધુ મહારાજાઓએ વાસ્તવિક મેક્ષ માર્ગથી પ્રતિકૂલ, લિગ વેશ. –મુહપતિ–પંથ-સમાચારી ઇત્યાદિને આધીન થઈ સાધુત્વની ભાવનાને કેદ કરી છે. લાખો ભોળા નરનારીઓને એમણ ભૂલાવામાં નાખ્યE: છે અને એમને સહમજાવી દીધું છે કે એમના શિષ્ય યા વેલાનુગા-- મી થવા વગર મેક્ષ છે જ નહિ. આથી શ્વેતામ્બર સમાજની : આજે જે મોક્ષભાવશન્ય દશા થઈ છે તથા હેમના સાધુ મુનિરાજે. વેષને વ્યાપારી બજાર જે રીતે ચલાવી રહ્યા છે હેનું વર્ણન કરતા બહુ દુઃખ થાય છે. હવે એવા જ્ઞાનીઓના ઉદ્યમની જરૂર છે કે જેઓ સમાજને જાગ્રત કરી હમજાવે કે વેષ વગર પણ સાધુતા હોઈ શકે છે, ગૃહસ્થ, પણ સાધુવૃત્તિથી મુક્તિ મેળવી શકે છે, માત્ર વેશ અને મુંડન એ કાંઇ સાધુતાનાં ખરાં ચિન્હ નથી, અને સા--- ધુનાં વચન વગરવિચાર્યું સત્ય જ માની લેવાની જરૂર નથી.” કહેવાનું તાત્પર્ય એ છે કે, શ્વેતામ્બર સમાજમાં “ વિચારક” અને ‘પરીક્ષક” પાકવા જોઈએ છે અને સાધુઓ તથા યતિઓની અ~ સીમ સત્તા૫ર અને પાત્રાપાત્ર વિચાર્યા વગર થતી માનપૂજા પર અં- કુશ મૂકવો જોઈએ છે. સાધુઓ ઉપરની અંધશ્રદ્ધાથી જ આજે સભ્ય પણ અશક્ય થઈ પડે છે, તે પછી મેક્ષ જેવી હેટી -- તનું તો પૂછવું જ શું? સત્યાર્થીઓ પ્રત્યે અમારી પ્રાર્થના છે કે આ સંજોગોમાં પિ-- તાના જ આત્મકલ્યાણ માટે અનેકાંત તત્ત્વવિચારણની જાગૃતિ કરીને તે અનુસાર મન-વચન-કાયાની ચર્ચા કરવી જોઈએ. એમ થવા. માટે પ્રથમ તે પ્રચલિત રૂઢિ ની બેડીમાંથી પિતાના મનને મુક્ત કરવું જોઈએ. સમાજમાં મનાતી માન્યતાઓ અને સમાજમાં થતી ક્રિયાઓ ઉપરને “મોહ” છેડવો જોઈએ. પિતા તરફ વફાદારી. અર્થાત્ શુદ્ધ કરાયેલું મન શરૂઆતમાં જ જોઈએ. ખ્યાતિ, લાભ, પૂજ, જય-પરાજય-ઇત્યાદિ દષ્ટિબિંદુને તિલાંજલિ આપવી જોઇએ. વસ્તુસ્વભાવને વિચાર અને પરીક્ષાપ્રધાનતા તરફ ઝુકવું જોઈએ .. એથી મન-વચન-કાર્યની સત્યરૂપ નિષ્કામ ચર્ય થશે અને તેથી એક પ્રકારનું સ્વાભાવિક પરમ બલ પેદા થવા પામશે, જેની અસર .
SR No.537771
Book TitleJain Hitechhu 1919 12 to 1920 10
Original Sutra AuthorN/A
AuthorVadilal Motilal Shah
PublisherShakrabhai Motilal Shah
Publication Year1919
Total Pages288
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Hitechhu, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy