SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ નહિતેચ્છુ. નવેસરથી વ્યવસ્થા કરવાનો એક અખતરો છે અને તે પણ મનુષ્ય કૃત અખતરો હોઈ સપૂર્ણ કે ‘સત્ય સર્વ ” તો ન જ હોય.એના પછી હજી ઘણું સુધારા આવશે અને દરેક સુધારો બૌસેવીમ જેટલી જ ગાળે ખાવા છતાં પદચિન્હ મૂકતો જશે અને સમાજવ્યવસ્થાના કાર્યને આગળ વધારતો જશે, કે જે સમાજવ્યવસ્થા તરફ મુડીની ભાવનાએ અદ્યાપિ પર્યત અફસોસજનક દુર્લક્ષ આપ્યું છે. પ્રથમ મનુષ્યમાં વ્યક્તિભાવના હતી, પછી કુટુમ્બ અને જાતિ ભાવના થઈ, અને હવે દેશભાવનાનો જન્મ થયો છે, જડેને બાલ્સવીમ સંપૂર્ણ વિકસાવશે અને પછી તે પણ અદશ્ય થઇ વિશ્વભાવના લાવનાર વ્યવસ્થાને જન્મ આપશે. હજી દેશભાવના નામમાત્રની હતી,. મેઢાના બકવાદ તરીકે હતી, પણ સેવીઝમ જર-જમીન-જોરૂને નેશનલાઈઝ” કરીને સંપૂર્ણ દેશભાવના પ્રગટાવશે. એથી અલબત પ્રથમ તો બહુ કડવું લાગશે, દુઃખ થશે, આજે આપણે જેને Conscience કહીએ છીએ અને જે કોઈ “મૂળ તત્વ” નથી પણ અનેક પૂર્વની અને અનેક હાલની અસરથી બનતી ભૂમિકા છે તે Conscience ને સખ્ત આઘાત થશે; કારણ કે વ્યક્તિની કે કટુબની ભાવનાને એમાં સ્થાન મળવાનું નથી. આજે રળવું એ પિતા. માટે ( અથવા બહુ તો પુત્ર માટે) મનાયું છે, પરણવું એ પિતા માટે ( અને બહુ તો કુટુમ્બની ભાવી રક્ષા માટે ) મનાયું છે, જમીનદાર થવું એ પણ પિતા માટે કે કુટુમ્બની ભાવી સગવડ માટે મનાયું છે; પણ હવે પછી રળવું, પરણવું, ભણવું, શોધખોળ કરવી, પુત્પત્તિ કરવી એ સર્વ સમાજ માટે દેશ માટે કરવાનું છે એવી વૃત્તિ-એવું Conscionee (national conscience) બનવા પામશે. તેથી પિતાના ભેગે લોકો દેશને જાળવવા તેમજ ખીલવવા "પ્રેરાશે અને રાજ્ય હરકોઈ ભેગે દરેક વ્યક્તિને રક્ષવા અને ખીલવવા પ્રેરાશે. આજે એક શ્રીમંતને પુત્ર ગમે તે બુડથલ હોય તે પણ કૅલેજ રિી અને ખાનગી શિક્ષકની ફી બચી શકતો હોવાથી લાંબે કાળે પણ ડાકટર કે વકીલ બની શકે છે અને ડીગ્રી મેળવવી એ કાંઈ વૈદ્યકીય કે વકીલાત સંબંધી યોગ્યતાનું પ્રમાણપત્ર નથી તેથી તે સેંકડો કેસો બગાડી નાખી શકે છે, તેમ હવે પછી નહિ. થઈ શકે. તમામ બાળકો રાજ્યની મિલક્ત ગણાશે તેથી રાજ્ય જ હેમને ઉછેરશે, અને રાજ્ય પાસે સાધન અને સત્તા પુરતા પ્રમાણમાં
SR No.537771
Book TitleJain Hitechhu 1919 12 to 1920 10
Original Sutra AuthorN/A
AuthorVadilal Motilal Shah
PublisherShakrabhai Motilal Shah
Publication Year1919
Total Pages288
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Hitechhu, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy