SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૮ જૈનહિતેચ્છ. * રૂરનું છે કે કુટુમ્બમાં સારા “સંસ્કાર ' મૂળથી જ નખાવા જોઇએ. એકબીજા પ્રત્યે “ચાહ ” ઉત્પન્ન કરવાની, એકબીજાની ભૂલ કે અપરાધ તરફ હેટું મન રાખતાં શિખવવાની, અને એકબીજા માટે આત્મભોગ આપવાની હરીફાઈ’ કરાવવાની કાળજી કુટુમ્બનાં વડાઓએ રાખવી અતિ આવશ્યક છે. દુનિયામાં લૂટાટ એટલી બધી છે કે કોને મહારે સંકટમાં આવવું નહિ પડે તે કહી શકાય નહિ; પણ સંક્ટ વખતે, જે કુટુંબમંડળમાં શરૂઆતથી જ મૈત્રીની અને સ્વાર્પણની ભાવના’ ખીલવવામાં આવી હોય તે, કુટુંબની કોઈ નહિ ને કોઈ વ્યકિત ખરેખર ઉપયોગી થઈ પડે છે; એટલા માટે કુટુમ્બમંડળમાં પરસ્પર ચાહ અને ભક્તિ વધે એવા વ્યવહારાપચાર દાખલ કરવા જોઈએ. જેમ કે, વડીલ બહાર જવા તૈયાર થાય હારે બાળકોએ પગે લાગવું અને વડીલે હસતા મુખે આશિષ આપવી, એક બીજાને સંબોધન કરવામાં માનસૂચક શબ્દ વાપરવા, એક બીજાનાં છીદ્ર કે ખામી જેવા ઈચ્છવું નહિ, પ્રાર્થના કે રમતના નિમિત્તે તમામે એકઠા મળી દીલ બહલાવવું, હાં શક્ય હોય હાં સાથે જમવા બેસવું અને સાથે ફરવા જવું, ઇત્યાદિ, ઇત્યાદિ. પિતાએ પુત્રની ગ્ય ઉમર કે વિકાસ જોઈને કેટલીક બાબતમાં એને વિચારસ્વાતંત્ર અને ક્રિયાસ્વાતંત્ર બક્ષવું જોઈએ, કે જેથી કચવાટ થવાનો પ્રસંગ ઉભો ન થવા પામે. અને પુત્રમાં વિવેકશકિત ખીલવા પામી છે એમ જોયા પછી તો પિતાએ પુત્રની કોઈ પસંદગી પિતાને પસંદ ન પડે તે પણ એને પિતાની પસંદગી પર જવાને છૂટ રહેવા દેવા જેવી ઉદારતા ધારણુ કરવી જોઈએ. અંકુશ હમેશાં જરૂર પુરતો જ અને તે પણું મીઠા રૂપમાં હોવો જોઈએ. અને બાળકોની પિતાને અભિપ્રાયભેદ વડીલ પ્રત્યે જાહેર કરવાની રીત હમેશાં વિનયયુક્ત જ હોવી જોઇએ. કુટુમ્બમાં જે સમૂર્ણ એદીલી ફેલાયલી જેવી હેય તે પુરૂષ કે સ્ત્રી કે બાળક કોઇ એકબીજથી ઑાં છુપાવતાં ન રહે પણ ઉલટાં વધારે ને વધારે પ્રસંગે લઈ મળવા અને એકબીજાનાં મુખને હસતાં બનાવવા ઉત્સુક રહે એવી દરેક “કલા વીલે અજાવવી જોઈએ. તે કટઆ ખરે જ ભાગ્યશાળી છે કે હેને બાળકોને પાથ
SR No.537771
Book TitleJain Hitechhu 1919 12 to 1920 10
Original Sutra AuthorN/A
AuthorVadilal Motilal Shah
PublisherShakrabhai Motilal Shah
Publication Year1919
Total Pages288
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Hitechhu, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy