SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ કેટલીક અપ્રિય ચર્ચાઓ. ૨૪ અને હવે હું કહીશ કે, જેઓએ માસિક સકૅલરશીપનાં વચને આપ્યાં છે તે હુને આપ્યાં છે, અને તે ગમે તેમ રાખવાવાપરવાની પરવાનગી અને વિશ્વાસ સાથે; હું હેને હિસાબ બહાર પાડવાને બંધાયેલો છું એવી માન્યતાથી નહિ; એમ જેઓ માનતા હોય તેઓએ જ હવેથી સ્કોલરશીપનાં વચની બાકીની રકમ મોકલવી, નહિ તો ન મોકલવી. અને જે કાંઈ રકમ આવી ચુકી છે તે માટે પણ હું કહી કે, જે ઍન ઍડવોકેટ જનરલે નક્કી કરેલી અને સર્વ પક્ષકારોએ સ્વીકારેલી યોજના કે જેના ઉપર સહી કરવામાં શબ્દોની મારામારીથી" વિલંબ કરવામાં આવે છે તે પેજનાપર તરતમાં જે સહી થઈ જશો તો તે વસુલ થયેલી રકમનું–કે જેને અંગેસ્ટ કરવાનું મહું પોતે જ અને તે પણ પહેલા જ વાર્ષિક રિપોર્ટમાં કમીઠીને સૂચવ્યું હતું થઈ જશે એટલે કાંઈ મહારે કહેવાનું રહેતું જ નથી, પશુ જો એ જ ખેળ પડશે તે સ્કોલરશીપની રકમે દરેકને પાછી મોકલીશ અને સંસ્થાબંધ કરીશ, અને જે મહારી મરજી મુજબને ઉપયોગ કરે વાની પરવાનગી સાથે એ નાણાં મને ફરી સેંપવાની ઇચ્છા દર્શાવતા પત્રો કુલ દાતાઓ પૈકી ઓછામાં ઓછા પણ ભાગ તરફથી મહને મુળશે તો સંસ્થા-મહને ઈષ્ટ લાગશે તે સ્વરૂપમાં–ચલાવવાને નિશ્વય કરીશ. ધ્યાનમાં રહે કે કોઈને મહારો આગ્રહ નથી, વિનંતિ નથી, પ્રાર્થના નથી. દરેકને પોતપોતાની ઇચ્છા મુજબ વર્તવાન હક્ક છે; અને મને મહારા આત્મગૌરવની રક્ષા કરવાને હક છે. હારી પ્રમાણિકતાને પુરાવા અને પ્રમાણપત્રો અને કાબુ રાખનારાએની અગત્ય સ્વીકારવા હું હવે તૈયાર નથી. આ સાથે જવાબ માટે છાપેલાં કાર્યો મોકલ્યો છે હેમાંની બે કલમો પૈકી મરજી મુજબની એક કલમ કાયમ રાખી તથા બીજી કલમ છેકી પિતાની સહી કરી કાર્ડ પોષ્ટ કરવું. દરમ્યાનમાં મારા સેલીસીટર મેશર્સ મેગી બ્લર અને કેમ વિલંબ અટકાવવામાં ઘટતું કરી રહ્યો છે. જે હેમને પ્રયત્ન બે માસ સુધીમાં પણ સફલ નહિ થાય તે આ સાથેનાં કાર્ડમાં જે જવાબ આવશે તે પરથી ઘટ મા હું જ કરીશ. - જે ગ્રહ તરફથી તા. ૧ લી ઓકટોબર સુધીમાં જવાબ નહિ આવે તેઓ આ સાથેના કાર્ડની પહેલી કલમ સ્વીકારે છે એમ સહ મજવામાં આવશે. તા. ૧૫-૮-૧૮૨૦ ર વાડીલાલ કે. શાહ
SR No.537771
Book TitleJain Hitechhu 1919 12 to 1920 10
Original Sutra AuthorN/A
AuthorVadilal Motilal Shah
PublisherShakrabhai Motilal Shah
Publication Year1919
Total Pages288
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Hitechhu, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy