SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ સમાલોચના. અને શાળાના બુદ્ધિશાળી અધ્યક્ષનું કર્તવ્ય એકડા ઘુરનારને પહેલા વર્ગમાં, પછી ક્રમશઃ બીજા ત્રીજા અને છેવટે સાતમા વગમાં લાવી મૂકવાનું હોવું જોઈએ. શાળામાં સ્થાન માત્ર હેમને જ ન મળવું જોઈએ કે જેઓ એકડે પણ ધુંટવા ખુશી ન હોય પણ માત્ર ભટકવા જ માગતા હોય તેમ સમાજમાં રહડતી ઉતરતી અનેક શ્રેણિના મનુષ્ય રહી શકે અને જીવી શકે એવું મધ્યમસરનું બંધારણ હોવું જોઇએ. માત્ર ભટકતા-વ્યભિચારી સ્ત્રી-પુરૂષોને જ ત્યહાં સ્થાન ન મળવું જોઈએ. એકવાર નહિ પણ એકવીસ વાર પુનર્લગ્ન કરનારને પણ સમાજથી દૂર ન કરી શકાય; હા, એનો દરજજો હલકે અવશ્ય ગણાવે જોઈએ અને શુદ્ધ સધવાધમ તેમજ વિધવાધમ બહાદૂરીથી પાળનાર સ્ત્રી-પુરૂષોને અને ખાસ કરીને મુદ્દલ લગ્ન ન કરતાં આજન્મ બ્રહ્મચર્ય પાળનાર સ્ત્રી પુરૂષોને દરજજો રહડીઆતે ગણા ઈએ. આપણે ઘરમાં શું કરીએ છીએ? માત્ર સુવર્ણ કે ઝવેરાત જ ઘરમાં રાખવાં અને પીતળ કે લોખંડને ઘરમાં આવવા જ દેવું નહિ એમ અદ્યાપિ સુધી કઈ ગૃહસ્થ કરી શક્યો છે? હા, તે સુવર્ણને તીજોરીમાં રાખશે, ચાંદીને કબાટમાં રાખશે, ત્રાંબા–પીતળને અભરાઈ પર રાખશે અને લોખંડ કે માટીની ચીજોને હાં હાં કે ઓટલા પર પણ રાખશે. પણ તે ચીજો સિવાય ચલાવી લેવાનું તે નહિ જ પાલવે. આવી સાદી બાબતે પણ ધર્મશાનાં પાનાં ઉથલાવનારા નથી સહમજી શક્તા અને તે છતાં તેઓ સમાજના નેતા કે શાસ્ત્રના ઉપદેશક થવા બહાર પડે છે! શાસ્ત્રના અર્થ પણ એમના બે આંગળના મગજમાંથી વિકૃત થઈને જ બહાર પડતા હોઈ એવા ઉપદેશકો સમાજને હમેશાં ભયરૂપ જ થઈ પડે છે. દેવદ્રવ્ય સંબંધી મારા વિચારે –લેખક શાસ્ત્રવિશારદ જેનાચાર્ય શ્રી વિજયધર્મસૂરિ, પ્રકાશક રા. અભયચંદ ભગવાનદાસ ગાંધી ભાવમ્બર દેવદ્રવ્ય સંબંધી ચર્ચા પંડિત બહેચરદાસે મુઠ્ઠીભર જેનો સમક્ષ આપેલા એક ભાષણમાંથી ઉદ્દભવી હતી અને એ દડે આખરે જૈન સાધુઓના પગથી ઠેકર ખાઈને ખૂબ ગતિમાન થવા પામ્યો છે. ઉક્ત - ઍમ્ફલેટ જેવાં સુમારે દશબારે પેમ્પલેટ, હેન્ડબીલો મહારા પર અભિમાયાથે મેકલવામાં આવ્યાં છે અને જેન અને બીજાં પેપરમાં અનેક ચર્ચાપ થવા પામ્યાં છે તે તે જુદાં. આટલી હદ સુધી તકરાર જાગે અને તે પણ એવા જમાનામાં કે જે વખતે આખી દુનિયાને જીવવા કે
SR No.537771
Book TitleJain Hitechhu 1919 12 to 1920 10
Original Sutra AuthorN/A
AuthorVadilal Motilal Shah
PublisherShakrabhai Motilal Shah
Publication Year1919
Total Pages288
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Hitechhu, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy