SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ : - ભાઈના જુનામાં સત્યનું અસરસ્વરૂપ. ૨૧૭ અને હજીએ શું મહારે આપવીતી કહેવી બાકી રહે છે? આ દોથી પણ હમે મહારી આપવીતી નથી હમજી શક્યા? તે સાહેબજી, સલામ ! હમારી સાથે માથાં ફેડવામાં મહને કાંઈ “રસ ” પડશે નહિ. હમને પિતાનાં દુશ્મનાં રોદણ સંભળાવી હમારી નિર્દય તુચ્છ “ સહાનુભૂતિ ' મેળવવા જે માણસ ઈછતે હેય–સુખ અને સમૃદ્ધિ ગુમાવી હેને બદલે શઠેની “ સહાનુભૂતિ ” (!) પ્રાપ્ત કરવા જે માણસ ઈરછી શક્તિ હાય-હેની પાસે જ પધારે હમે, સાહેબ બહુ ડાહ્યો છે, દયાળું છે,કોઈના દુઃખ સાંભળજવાને કાન ખુલ્લા મૂકે એટલા પરગજુ છો; અને હું–હા હા હા ! ધ વચી ઉજાગરા લેનારા મૂર્ખઓમાંને એક છું, કોઈને ઉપયોગી થવા છતાં “ભલાઈ , કે “ ઉપકાર ખાતર નહિ પણ શેખ ખાતર એમ કરવાનું કેહેનાર જડવાદીએમને એક (જો કે હવે હુને જણાય છે કે એ “ શેખ પણ નહોતે—માત્ર કુદરતે મોકલેલી “ચળ” હતી!) હારે હમારે ને તેરે કેવી રીતે બને? અમને તે એકલા જ મરવા દે, બહુ દયા આવ તે અમને જલદી મારવામાં (કે જેથી બહુ રીબાઈએ નહિ ) મદદગાર થજો અને પાછળથી–હમારામાં હમેશ થતું આવ્યું છે તેમ–એકાદ પાળીએ કરજે કઈ સ્મરણ ફંડ કરે છે, કે કેનવાસ પર છબી ચીતરાવજો, કે “બિચારે બહુ ભલો હતોએ કેમળ હતો કે એને આખો ને આખો ખાઈ જઈએ તે હાડકાં પણુ નડે તેવાં કઠણ નહતાં!” એમ કહી ડાં આંસુ ખેરવવા એકાદ સભા બોલાવજે. અને અમે ? અમે વલુબી વલુળીને લોહીલુવાણ થયા પછી ચળે ” ને ગાળ દઈશું– “ચળ” નું મૂળ સ્થાન શોધી કહાડવા આકાશ-પાતાળમાં આથડીશું—“ચળ’ ફેંક્તા ચંડિકાના છૂપા હાથને પકડી પાડીશું અને તેણીને ખેંચીને અહીં લાવી હેનું “મ્યુઝીઅમ” – હમને જોઈએ તો “ દેવાલય –બાંધવા મથીશું અને કદાચ એ પદેવાલયના એક પથ્થર તરીકે જ કોઈ અમને ચણ નાખશે! કેમ એ વાત નથી મનાતી ? પૂર્વના સર્વ ઉસ્તાદ કારીગરેને તેઓ હારે. પ્રચંડ કીલે ચણ રહેતા ત્યારે કીલ્લાના એક અધુરા રાખેલા ભાગમાં જીવતા જ ચણી લેવામાં આવતા એ ખરી બીનાથી પણ હમે શું અજ્ઞાત છે ? કઈસ્ટનો વધ કર્યા પછી એનાં લોહી-માંસ દરરોજ ફરી ફરીને પીવામાં આવે છે અને તેથી પવિત્ર થવાની ઈચ્છા રખાય છે એ શું તમને માલુમ નથી ? હારે હમારી સાથે વિચારેની આપ-લે કરવા માટે મારી પાસે કઈ ભાષા નથી. પધારે, સાહેબજી ! આપ જેની ભાષા હમજી શકતા હે તેવી કોઈ સહધર્મી વ્યક્તિ પાસે પધારે !
SR No.537771
Book TitleJain Hitechhu 1919 12 to 1920 10
Original Sutra AuthorN/A
AuthorVadilal Motilal Shah
PublisherShakrabhai Motilal Shah
Publication Year1919
Total Pages288
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Hitechhu, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy