SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૦ જૈનહિતેચ્છુ. Kશકિતને છે; અને શકિતનું ઘર will (ઇચ્છાબળ) છે. willને “જગાડી,” “ શક્તિ” અવશ્ય પ્રકટ થવાની. પછી એ શક્તિને વધુ ખીલવવા માટે શારીરિય શ્રમ, મનેનિક, ધ્યાન આદિ સાધનનો ઉપયોગ કરી શકાય. મા શકિત”ને જગાડવામાં બુદ્ધિની કાંઈ ખાસ જરૂર પડતી નથી. બુદ્ધિનું કામ શંકા કરવાનું અને શંકાનાં સમાધાન મેળવવાનું છે. સમાધાન રળી આવે તે પહેલાંની બુદ્ધિભકતની સ્થિતિ ઉલટી અને કસ અને તેથી કલેષમય હોય છે. એ સ્થિતિમાં શકિત પ્રકટી શકે જ નહિ. ભણેલા માણસો કરતાં અભણ અને જૂના જમાનાના માણસોમાં શક્તિ વધારે પ્રમાણમાં જાગેલી ” અને ખીલેલી” હેય છે હેનું આ જ કારણે છે. મનુષ્ય પ્રથમ બુદ્ધિને નહિ પણ શ્રદ્ધા અને શ્રદ્ધાજન્ય શક્તિને ખપ કરવો એ જ હેને માટે શ્રેયસ્કર છે અને શક્તિ જાગ્યા પછી અને ખીલવા માંડ્યા પછી, “આ શકિત શું ચીજ છે? કયાંથી આવી? કયાં કયાં તો સાથે એને સંબંધ છે? એ કેવી રીતે કાર્ય કરે છે?” એવા પ્રકો પૂછવા અને ખુલાસા મેળવવા ભલે બુદ્ધિબાઈ પ્રયત્નશીલ થાય. એ વખતે કોઈ હરકત નથી. પ્રાચીન હિંદ, પ્રાચીન ગ્રિસ અને અર્વાચીન જર્મનીની શિક્ષા પ્રણાલિકા આ સત્યપર રચાયેલી હાઈ એ પ્રજાઓ વધારે આબાદ અને દર્શનીય હતી. હાલની આ દેશની અને ઈંગ્લંડની શિક્ષાલિકા સત્યને ઉલટાવી નાખી બુદ્ધિને પ્રાધાન્ય આપે છે, એ -હેટી ખામી છે. 1 એટલા માટે, ફરી ફરીને મનુષ્યમાત્રને ઉપદેશ દેવાની જરૂર છે કે હમે ભણે યા ન ભણે પણ શકિત અવશ્ય પ્રકટા અને જે કાંઈ કામ કરે તે અશકિતથી પ્રેરાયલું નહિ પણ ઉભરાઈ જતી શકિતથી પ્રેરાયલું જ હોવું જોઈએ. બરાબર ધ્યાનમાં રાખો. અયકિત. શંકા ભય એ તોથી પ્રેરાઈને કશું કાર્ય કરશો નહિ. મહેટામાં મોટું જાહેર સેવાનું કાર્ય, વ્યાપાર, દસ્તી, શતા, પુત્પત્તિ આદિ ન્હાનાં હેટાં તમામ કામ-તમામ ક્રિયાઓ નિઃશંક, નિર્ભય, અશક્તિ રહિત ભાવથીજી કરે; અને પરિણામ તથા લોકવાયકાની દરકાર ન કરો. હમારા જીવનમાંથી શકત ટપક્તી દેખાય, મારા ગમે તેવા પાયમાલી વખતના વર્તનમાં પણ લોકો હમને શકિતના હસતા ખેડાતા લાગણરહીત વજમય “અવતાર ” તુલ્ય જ જોઈ શકે અને એવા દૃશ્યને જોઈ આ તમારી દુનિયા તેમાંથી શકિતને ચેપ પામી શકેઃએ જ હમારા જીવન આશય હો જોઇએ. ધાટકોપર તા ૧--૨૦. વા, મા, શાહ “પારસમણિ' હેના કર્તા રા. સાંકળચંદ માણેકચંદ ઘડીઆળા મીરઝા સ્ટ્રીટ, મુંબઈ) પાસેથી રૂ. ૨) ની કિંમતે મળી શકે છે.
SR No.537771
Book TitleJain Hitechhu 1919 12 to 1920 10
Original Sutra AuthorN/A
AuthorVadilal Motilal Shah
PublisherShakrabhai Motilal Shah
Publication Year1919
Total Pages288
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Hitechhu, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy