SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ . જનહિતેચ્છ. કાંઈ “ચીજ' ખરેખર હેય તે તે “આનંદ” છે, કે જે આગળ વધવામાં કુદરતી રીતે આવતી આડખીલ પર મેળવાતા વિજયમાંથી જ ટપકે છે. એટલે કે ઉંચે માથે આડખીલો સહામે ઝઝવાને શક્તિમાન હવામાં જ “ આનંદ” નો વાસ છે. " કહેવાતું “દુઃખ” કે જે ખરેખર તો એક તાત્કાલિક પ્રતિકૂળતા માત્ર છે. તે મનુષ્યની ઈચ્છાશક્તિ (will) ને ઉશ્કેરે છે, ધક્કો મારે છે અને તેને પોતાના સઘળાં હથીઆર (શરીર, મન તથા બુદ્ધિ)ને સાફ અને વ્યવસ્થિત કરવાની ગરજવાને બનાવે છે. તેઓ ભૂલ કરે છે કે જેઓ સુખને જીવનનું લક્ષ્ય ઠરાવે છે અને દુઃખને હેનું વિરોધી તત્ત્વ ઠરાવે છે. જીવનનું લા-ઇષ્ટ પદાર્થ-છે પ્રગતિ; અને પ્રગતિનું સાધન છે. ઇચછાશકિત (will); તથા ઈચ્છાશક્તિને ધક્કેલનાર છે તાત્કાલિક પ્રતિકૂળ સંજોગે, કે જેને ભૂલથી દુઃખ ” નામ અપાયું છે. જેટલા પ્રમાણમાં મનુષ્યની ઈચ્છાશક્તિ ખીલી હોય છે તેટલા પ્રમાણમાં તે દુઃખને તાબે થવાની ના કહી શકે છે એટલું જ નહિ પણ દુઃખને આમંત્રે છે- ઉદરે ” છે. તે મનુષ્ય સપૂર્ણ છે કે જે દુઃખને આમંત્રી શકે છે અને હેના આક્રમણ વખતે ચિતશાન્તિ જળવીને પિતે અગાઉથી નક્કી કરેલે માગે ગતિ કરી શકે છે. સંઘ ળા ધર્મસ્થાપકો અને રાજ્યસ્થાપકોમાં આ શક્તિ ઓછા યા વધતા પ્રમાણમાં અવશ્ય હોય છે. કોઈ પણ પ્રજાને સ્વતંત્ર અને આબાદ બનાવવી હોય તો હેના મગજમાંથી સૌથી પહેલાં સુખ–દુઃખની બેટી વ્યાખ્યાઓ દૂર કરવી જોઈએ છે અને હેને “આનંદ” નામની એક જ ભાવના (Concept)ને પૂજનારી બનાવવી જોઈએ છે, કે જે આનંદ સુખ” નામની “લાગણી” માં ફસવાની તેમજ “ દુઃખ” નામની લાગણીમાં દબાઈ જવાની મના કરે છે, અને માત્ર સાહસિક થવા જ ફરમાવે છે. “મિલકત’ જાળવી રાખવી કે ઇન્દ્રિય વિષયક ભેગનાં સાધને જાળવી રાખવાં એ કાંઈ આનંદ દાયક નથી. નિત્ય નવાં સાહસમાં ઝીપલાવું, આગળ ને આગળ વધવું એમાં જ “આનંદ છે, અને મૃત્યુ ગુમાવવાની ચિંતા અને ભય એને વટાવી જવું એમાં જ આનંદ છે એવી ભાવના પ્રત્યેક પ્રગતિપ્રેમી પ્રજાને બાળપણથી શિખવવી જોઈએ છે. જે પ્રજામાં ચીજને પકડી રહેવાની લાગણી છે તે પ્રજા કોઈ દિવસ કીર્તિમાન બની શકે નહિ, તત્વજ્ઞ કે ક્ષાત્ર તેજવાળી થવાની તો આશા જ શી ? સામાન્ય વાચકવર્ગને શાસ્ત્રીય ગ્રંથ ઉપયોગી ન થઈ પડે છે દેખીતુ છેઃ એઓને દુઃખના ખાડામાંથી ખેંચી લાવવા માટે આશા
SR No.537771
Book TitleJain Hitechhu 1919 12 to 1920 10
Original Sutra AuthorN/A
AuthorVadilal Motilal Shah
PublisherShakrabhai Motilal Shah
Publication Year1919
Total Pages288
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Hitechhu, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy