________________
પ્રાયશ્ચિત.
૨૦૩
ભલાઈની ખુવારી પર તેઓ શું હસતા નથી?
તમાસો” જોઈ આંગળી કરી ઉલટા અપમાન દેતા નથી? સહીસલામત છેટેથી સુશીઆણું કુટી દાઝયાને ડામ દેતા નથી?
કંટાને, સોક્રેટીસને, ક્રાઈસ્ટને, કયા ગુન્હા માટે માર્યા? નિશેને કયા ગુન્ડા ખાતર દીવાનાશાળામાં ધકેલ્યો : ", સીતાને રામ જેવાએ કયા ગુહા ખાતર આગમાં ઉતારી ? કલાપિને શા માટે અલ્પાયું: રડવામાં જ વીતાડવું પડયું? કહે હવે કે ગુન્હ એ કોઈ ચીજ નથી–ભૂત છે ! હમારી અણધડ લાગણીઓનો ધખારો માત્ર . સરળ-ભોળા–ભક્તિમાન જીવેને ડરાવવાને હાઉ”! ને દૂર રાક્ષસોને રસ્તો સાફ કરનાર હળ! ઓ “ ગુન્હા ' ના બ્રહ્મા અને વિષ્ણુએ ! એ નિર્દોષતાના મહેશ્વરે ! ઈશ્વરની ખાતર હવે બસ કરે ઘેટાના ભોગે કસાઇના રક્ષક ના બને !
હમારી ભૂલે—ધખારાએ–જડતાએ ભોગ લીધા છે કંઈ કંઈ કિમતી પુષ્પોના; . ચૂંટાયા છે–ચગધા છે-નીચાવ્યા છે–બાળ્યા છે. કાંઈ આશા આપતા “ ભલા આદમી ને ! ગુન્હાની ભાવનામૃષ્ટિ સને હમે બહ્માએ નીચેવ્યા છે માત્ર નિર્દોષને, અને છવાયા છે ધૂર્ત, જુલ્મી ચંડાલેને! હા ત્રાસ! હા ગુન્હાના પ્રચંડ યજ્ઞકુંડ ! ઓ ગુન્હાના બ્રહ્મા અને વિષ્ણુઓ! ઓ પારકાના જોખમે જ્ઞાનના અખતરા કરનારાઓ! સત્યના સાક્ષાત્કાર સિવાય કલ્પનાથી ઉપદેશનારાઓ! આય નથી શું હમારે મહાન “ ગુન્હા ”? બહ્મા બન્યા, વિષ્ણુ બન્યા, તે બને હવે શંકર પણ! ગુન્હાના ‘હાઉને હયાતી ને પુષ્ટિ આપી તેમ, આપ હવે સહુ૨ પણ, આ પવિત્ર ગુન્હેગારો !