SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ લીલાવતી વિરૂદ્ધ સામાન્યા. ૧૯૧ ચાલો મહારે ઘેર, હાં હમને દરરોજ તે મફત ખાવા મળશે. મહને વળગાડવામાં આવેલો પતિ હનુએ એવો મૂઢ છે કે હું ગોરસ કોને અને શા માટે ખવરાવી દઉં છું તે પૂછવાની હેને શુદ્ધસાન નથી.” આ શબ્દોએ પ્રેક્ષકોના કાનમાં મીઠ્ઠી ધુજારીઓ ઉત્પન્ન કરી અને ક્ષણભર તેઓનાં મગજ નાચવા લાગ્યાં. તે ક્ષણના અવકાશમાં હું ઉંડા વિચારમાં ઉતરી પડશે. મહીઆરી એ જીવાત્મા; હતુઓ તે ભરવાડણને “સમાજે આપેલ પતિ અથવા સમાજે આપેલી “ઈશ્વર કે સત્યસની ભાવના” (concept), કે જેનામાં સંપૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવ રાખવા તેણીને સમાજે શિખવી રાખ્યું છે. એ ભાવના સાથે જીવન જીવવાનું શરૂ કર્યા પછી તે તેને “નિરૂપયોગી” લાગે છે. સાક્ષાત અનુભવ તેણીને તે ઈશ્વરમાં–તે સત્યસર્વમાં–શ્રદ્ધા રાખવા ના કહે છે, અને પોતાને અનુકૂળ” એ બીજો કોઈ ઈશ્વર શોધી” લેવા પ્રેરે છે. નીતિવાદીઓનાં કટાણુ ઑ તેણીને રોકી શકે નહિ. અસંતેષ પામેલો જીવાત્મા લેકિક “કિંમત” (valuation) ની અવગણના કરી આંતરવૃત્તિ (instinct) ને જ અનુસરવાને; અને એક સ્થીર ભાવના પર બેસી ન રહેતાં નવા નવા અખતરા કરવાની ભાવના વિષયક હેની પસંદગી સાચી જ હોય એમ પણ કાંઈ નથી. મહીઆરીએ હનુઆને બદલે જે શ્રેષિપુત્રને પસંદ કર્યો તે પણ કાંઈ “સત્યસર્વ ' ન કહી શકાયઃ હનુઓ જે ગમાર હતો તે સુંદર પત્નીને છેડી વેશ્યાને દાસ બનનાર અને પાછળથી એક અજાણી ભરવાડણ પર ફિદા થઈ તેણીના ઝુંપડામાં જવા તૈયાર થનાર શ્રેષ્ઠિપુત્ર આછો ગમાર ગણાય?... પણ બધું એમ જ છે. વહેતા ઝરે (Becoming')Hi 72 or 414 by El Oro ( Being') માં કાંઈ ન થાય. વહેતા ઝરે સુવર્ણ ભૂમિ પર થઈને પણ વહે, અને કોલસાની ભૂમિ પર થઈને પણ વહે. નીતિવાદ અને તર્કવાદને અભ્યાસ જીંદગીના “વહેતા ઝરા'ની દરકારનો વિષય ભાગ્યે જ હોય છે. મહારા પડોશી સાથે આ બાબતમાં વાત કરવાની મહને ઇચ્છા થઈ આવી. પણ હમણું જ પડેલો ધપે મને યાદ આવ્યો અને હું ચૂપ રહ્યો. ધપાની એ અસર પર વળી મહને વિચાર થયે. અલબત નાટકમાં વાત કરવી એ “નીતિ' ન કહેવાય; ઇણે કોઈને ધ માર એ પણ શું “નીતિ’ -હતી ? છતાં સાક્ષાત અનુભવ્યું કે પપ્પાની નીતિ ફાવી ! એમ જ છે. શક્તિ કોઈની પસંદગી નાપસંદગી કે નીમણુક–વગર નીમણુક -ની દરકાર કર્યા વગર જ
SR No.537771
Book TitleJain Hitechhu 1919 12 to 1920 10
Original Sutra AuthorN/A
AuthorVadilal Motilal Shah
PublisherShakrabhai Motilal Shah
Publication Year1919
Total Pages288
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Hitechhu, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy