________________
સમયના પ્રવાહમાં, *
૧૫૫
સાધના પાર ઉતરી શકે નહિ; અને એ ભક્તિ માટે પહેલી શરત “માલેકીને ત્યાગ એ છે. રાજકીય બાબતેની આગેવાની લેનાર આ સત્યથી બચી શકે નહિ. હા, બહુ તે તે પિતાની રાજકીય પ્રવૃત્તિ ઓમાં ખલેલ ન પડે અને ઉરનિર્વાહ માટે ભક્ષા માંગવાની કે સ્વીકારવાની સ્થિતિમાં મૂકાઈ સ્વમાન ગુમાવી ન બેસે એટલા માટે જરૂર પુરતું ધન જૂદું રાખી શકે.
આ વાતનું રહસ્ય હમજાય તે અસહકાર અવમ્પ ફતેહ. પામે અને એને પરિણામે વ્યાપાર પદ્ધતિ બદલાઈ જાય, શિક્ષણ પદ્ધતિ બદલાઈ જાય, લોકોના આત્મામાં નવું ચેતન્ય આવે, અને સરકાર આપોઆપ લોકોને અને લોકમતને સહકાર કરવા બહાર પડે અને તેથી અસંતોષ આપોઆપ દૂર થઈ શાતિ ફેલાય. નહિતો અસહકાર જરૂર નિષ્ફળ જાય, પરિણામે સરકાર બમણી સપ્ત બને અને રાજ–પ્રજા વચ્ચે કચવાટ વધી બન્નેને નિરર્થક હાનિ પહોંચે. તત્ત્વજ્ઞાન અને સાયન્સ પિકારી પિકારીને કહે છે કે સપૂર્ણ વેગ વાળી ગતિ એ જ શાન્ત સ્થિતિ. પૃથ્વી ઘણા વેગથી ફરે છે માટે જ સ્થીર લાગે છે. શાતિ માટે મધ્યમપણું ભયંકર છે, અતિપણું જ અસાધક અને ઈષ્ટ છે. પૃથ્વીને ગતિને મધ્યમસરની” બનાવે, અને તમામ ઘર, પહાડ, સમુદ્ર ઉલટ પાલટ થઈ જઈપ્રાણીમાત્ર નાશ પામશે.
અરેરે ગજબ થઈ ગયે!...પણ કર્યો કે? :–પાઠક લાગણી” ને વશ ન થતો જરા ધીરો થઈ વિચાર કરવા ભજે. મહારી પાસે એક ભલા સાધુજીએ એક કામાંધ સાધુ-સાધ્વીની પકકાયેલી નીચતાના લખી મેકલેલા સમાચાર ૧૩ મહીનાથી પડયા છે. આટલા મહીનાઓ પસાર થવા છતાં તે સમાચાર છપાયાં નથી એ ઉપરથી જ સહમજી શકાશે કે મહેં એને મહત્વ આપવું યોગ્ય ધાર્યું ન હતું. હમણાં કાઠિયાવાડમાં એક પ્રસિદ્ધ સાધુએ એક યુવાનને હેના વડીલની મરજી વિરૂદ્ધ દીક્ષા આપી અને દીક્ષા પહેલાં એક - કન્યાના ઉમેદવારને જેવી મેજમઝા મળે તેવી મોજમઝા ચખાડી
હારે હવે એવી દીક્ષાઓનાં પરિણામ કેવાં આવે છે હેને પ્રત્યક્ષ પુરાવા રજુ કરવા ખાતર ઉપર કહેલા ભલા સાધુજીએ લખી મોકલેલા સમાચાર અને પ્રગટ કરવાની જરૂર જોઉં છું. હકીકત એમ છે કે, મહારાજાને મુકામ હતો ધાંધલપુરમાં, અને મહારાણુજીને પવિત્રે મુકામ હતિ પીપરાળીમાં. બને “ધામ” વચ્ચે અંતર છે દોઢ ગાઉનું અને પવિત્ર વ્યક્તિઓ સહવારે દિશા ફરાત માટેબને ધામના મધ્યમ સ્થળે મળતી અને રાસલીલા રમતી. એક દિવસ એ ગુપ્ત રાસલીલા ખુલ્લી થઈ ગઈ એટલે મહારાજ શ્રી ૫ ત્યહાંથી બારોબાર સુદામડે .