SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ જૈનહિતર. કુંડ ખોલવાને ‘ગંદો ખેલ’ કરવાની ત્યહાંના રાજદારીઓને જરૂર. રહેતી મહિ, અને તેથી આજે આખી સભ્ય દુનિયામાં હિંદી અમલ સહામે જે પ્રશસ્ત ક્રોધ અને અણગમાની લાગણી વ્યક્ત થવા લાગી છે તે પણ થવા પામત નહિ, પાર્લામેન્ટમાં ગરમાગરમ ચર્ચા થવા પામત નહિ, અને મી. માણેશ્યને પિતે બીજા બધા કરતાં વધારે ઉદાર, વિચાર અને હિંદનું હિત હેડે ધરવામાં વધારે દરકારવાળા હેવા. છતાં પ્રબળે વિરોધ જોઈને પિતાની ઈચ્છા વિરૂદ્ધ મહાત્મા ગાંધીની બાબતમાં નહિ ઈચ્છવા જોગ અને પરસ્પરવિરોધી શબ્દ ઉચ્ચારવા પડ્યા અને તેથી એને ચાહનારા હિંદીઓની પણ ઇતરાજી વહેરવી. પડી તે ન વહોરવી પડી હોત. તાત્પર્ય કે મૃત્યુ કે જે સામાન્યતઃ નહિ ઈચ્છવા જોગ ચીજ મનાય છે તે આ અમુક પ્રસંગે ઈરછવા જોગ–સરકારના દષ્ટિબિંદુથી–થઈ પડત. (૨) લોકમાન્ય તિલક, હિંદના પ્રખર રાજદ્વારી નેતા, સ્વર્ગવાસ પામ્યા તે સામાન્યતઃ આખા દેશને દુઃખદાયક ઘટના લાગે એ સ્વાભાવિક છે, પરંતુ કાણુ એ વિચારવા ફુરસદ લે છે કે, હાલના સંજોગોમાં હિંદને માટે જે એક માત્ર માગ–અસહકાર-ખુલ્લે અને ઈષ્ટ હતો અને જહેના હામે ખુદ હિંદી આગેવાનોને વિરોધ હોવાથી પ્રથમ ગ્રાસે મક્ષિકા ” નો પૂરે ભય હતો તે અસહકારના ઉજમણાની પ્રથમ ઘડીએ જ લોકમાન્ય તિલકને સ્વર્ગવાસ-અને તે પણ અસહકારના કેન્દ્રસ્થાનમાં–થવાથી. પ્રજા વર્ગના લાગણી તત્ત્વને અસાધારણ પ્રોત્સાહન મઢ્યું અને અસર હિકોરની પહેલી હડતાલ એક અસાધારણ ફતેહ બની. આ તાત્કાલિક અને ક્ષણિક લાભ ઉપરાંત હિંદને એક બીજો લાભ– જાથને– આપવા કુદરતની છૂપી ચેજના હોવાનું કાણું જુએ છે? આવા પુરૂષનું સ્મારક થયા સિવાય રહે જ નહિ અને એ સ્મારકના સ્વરૂપની પસંદગીમાં મહાત્મા ગાંધીનો મુખ્ય હાથ હોય એ પણ દેખીતું જ છે. એક હોટું ફંડ કરી એ વડે પ્રખર રાજદ્વારીઓ અને સમાજનેતાઓ ઉત્પન્ન કરનાર સંસ્થા ખેલવાનું અને દેશમાં સ્થળે સ્થળે શારીરિક બલ વધારનારી કવાયત શિખવી “વૈોલંકીઅર કેર” (કે જે હડતાલો, સરઘસે, મેળા વગેરે પ્રસંગે શાતિ જાળવવાના કામમાં ઉપયોગી થઈ શકે) ઉભી કરવાનું કામ બજાવવામાં આવે તો લોકમાન્ય તિલકની હયાતી કરતાં હેમનો સ્વર્ગવાસ હિંદને વધારે હેટા આશિર્વાદ રૂપ થઈ પડે. • એક પ્લેટમાં હોટ તત્ત્વવેત્તા કહે છે કે જ્યાં લડાયક શક્તિ અથવા સ્વરક્ષાની તાકાદ નથી હાં આત્મબળ (spiritual strength) હેઈ શકે નહિ. આત્મા એ કોઈ છૂટી પાડી શકાય એવી ચીજ નથીઃ એ મન, બુદ્ધિ અને શરીરથી સંકળાયેલું તત્ત્વ છે અને
SR No.537771
Book TitleJain Hitechhu 1919 12 to 1920 10
Original Sutra AuthorN/A
AuthorVadilal Motilal Shah
PublisherShakrabhai Motilal Shah
Publication Year1919
Total Pages288
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Hitechhu, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy