SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનહિતેચ્છ. without the other.... .. ... The perfection of man is the full manifestation of the Divine in the individual through the supreme accord between Vidya and Avidya; Multiplicity must become conscious of its oneness, Oneness enbrace its multiplicity.”-Shri Auro' bindo Ghose. “નીતિ” અને “અનીતિ,” “ભલું” અને “બુરું”, “ખ” અને “ખોટું', “સુખ અને દુઃખ આ સઘળાં કોઈ વસ્તુ” (thing-in-itself) નથી, પણ બુદ્ધિની કલ્પના છે. જીવનની જરૂરીઆતોએ ઉત્પન્ન કરેલી “ભાવના' (concepts) છે. તે પિતે “સ્થીર સત્ય” નથી, જો કે સ્થીર સત્યમાં પહોંચવાને ઉપયોગી સાધન અવશ્ય છે. અને જે તે સાધન છે, તે બન્ને સાધન છેઃ નીતિ તેમજ અનીતિ, ભલું તેમજ બુરું, ખરું તેમજ ખોટું, સુખ તેમજ દુઃખદ બનેને જગમાં સ્થાન છે, બન્નેની આવશ્યકતા છે, બને વડે જ “દુનિયા” છે. દુનિયામાંથી અનીતિ, બુરું, હું, દુઃખ એ સર્વને સંહાર કરવાની વાતો કરનારા અશક્યની વાત કરે છે એટલું જ નહિ, પણ જો તેમ થવું શકય હોત તો પણ હિતાવહ નહોતું. દુનિયામાં એકલા પુરૂષો જ જન્મે કે એકલી સ્ત્રીઓ જ જન્મે એ જેમ શક્ય નથી તેમજ હિતાવહ પણ નથી, તેમજ ધંધો પૈકીની એક એક ભાવના જ જન્મે કે કાયમ રહે એ શક્ય નથી તેમજ હિતાવહ પણ નથી. પુરૂષવર્ગ સ્ત્રીવર્ગ હામે અનાદિકાળથી ફર્યાદ કરતો રહ્યો છે અને સ્ત્રીવર્ગ પુરૂષવર્ગ હામે બખાળા કહાડતો રહ્યો છે, અને છતાં બન્નેને એકબીજા વગર ચાલતું જ નથી; તેમ નીતિ અનીતિ સામે અને અનીતિ નીતિ હામે બખાળા કહાલ્યા જ કરે છે, પણ એક લૂગર બીજીથી રહી શકાય જ નહિ. સમાજના વિકાસ માટે તેમજ વ્યક્તિની પ્રગતિ માટે ઉક્ત સર્વ અને બીજાં તમામ ઇંદો જરૂરનાં હેવાથી જ હયાતી ભગવે છે અને જ્યહાં સુધી સમાજ કે વ્યક્તિ હયાત છે હાં સુધી તેઓ હયાતી મેળવવાનાં જ, અને એમ હેઈ, અનંતકાળ સુધી તે દો પૈકીના અનેક વિભાગ હામે નિરંતર બખાળા કહાડયા કરવા, ઘુરકીઆ કર્યા કરવા, એ કઈ રીતે હિતાવહ કે ઈરછવા જોગ નથી. મનુષ્ય એ દાની ઉિત્પત્તિ અને ઉપામ હમજવાની દરકાર કરવી જોઈએ છે.
SR No.537771
Book TitleJain Hitechhu 1919 12 to 1920 10
Original Sutra AuthorN/A
AuthorVadilal Motilal Shah
PublisherShakrabhai Motilal Shah
Publication Year1919
Total Pages288
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Hitechhu, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy