SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ સમયના પ્રવાહમાં ૧૪૩: એમ કરવાની કોઈ જાતની આવશ્યક્તા ઉભી થઈ નહોતી, એટલું જ નહિ પણ એ કથન પ્રજાને અત્યંત હાનીકારક છે,આ સર્વને વિચાર કરવાની તેઓએ લેશમાત્ર પરવા કરી નહોતી. “ઈરાદો નિર્મળ હોવે એટલું જ તેઓ બસ માનતા જણાય છે અને સધળા પ્રસંગે એક “બાળકની નિર્દોષતાથી ગમે તે બેલી નાખવું એમાં સગુણ” ની સમાપ્તિ માનતા જણાય છે, એના જેવી ભયંકર ભૂલ બીજી ભાગ્યે જ હોઈ શકે. બાળક જેવા નિર્દોષ થવાનું કહેવું સુગમ છે પણ ભૂલવું જોઈતું નથી કે બાળકના શબ્દથી મહાન પરિણામે નીપજતાં નથી, હારે જોખમદાર નેતા તરીકે ઉચ્ચારાતા બાળક જેવા શબ્દો ભયંકર ખાણાખરાબીમાં પરિણમે છે (અને મહાત્માજીની બાબતમાં કેટલાક પ્રસંગમાં એમ બની ચૂક્યું છે.) અસહિષ્ણુતાનું તત્વ તેમાં–પિતે પણ ન જાણે તેવી રીતેછુપાયેલું હોવાનું અગાઉ હું કહી ગ છું. દુષ્ટ ત તરીકે એક ઈશારે કરે બસ થશે કે, અમદાવાદની મીલ-મજુરોની હડતાલ પ્રસંગે મીલમાલેકે સમક્ષ હેમણે વાપરેલાં વિશેષણો આર્યસમાજીઓની કહેવાતી ગ્રતાને ઢાંકી દે તેવાં હતાં પરંતુ હું અસહિષ્ણુતાને એક નિયમ તરીકે દેષ' ઠરાવવા તૈયાર નથી. કેટલેક વખતે અને કેટલેક સ્થાને અસહિષ્ણુતા આવશ્યક હોય છેઃ હાં તે ઇષ્ટ ગુણ છે; કેટલેક વખતે અને કેટલેક સ્થાને અસહિષ્ણુતા અનાવશ્યક કે નુકસાનકારક હોય છેઃ હાં તે અનિષ્ટ તત્વ ગણાવું જોઈએ. “અસહિષ્ણુતાથી કોઈને પણ લાભ થયું હોય એવું મ્હારા જાણવામાં આવ્યું નથી એવા મહાત્માજીના કથનને માનવા પહેલાં સઘળા વેદાન્તને, મહર્ષિઓને, કુદરતને અને દુનિયાને ખોટા માનવા જોઇશે. સહિષ્ણુતા અને અસહિષ્ણુતા, ભલું અને બુરું, સુખ અને દુઃખ એ સર્વ દો એક બીજાને અવલંબીને રહેલાં છે-relative truth છે–absolute truth નથી, અને એ કંદોમાંના એક ગુણની હયાતી બીલકુલ નાબુદ કરી બીજાની હયાતી જાળવી રાખવાની વાત કરવી એ હાસ્યાસ્પદ છે. માનવવિકાસ માટે જ હંકની બને પાંખો સૂજવામાં આવીહતી. આર્ય સમાજમાં હિંદુઓના વધી પડેલા પ્રમાદ અને વહેમેને સહન કરી લેવાની વૃત્તિ ન હેવી એ, ખરેખર તે, હિંદુવર્ગ માટે શુભસૂચક છે. એ પ્રાકૃતિક અસહિષ્ણુતા જ હિંદુવને જાગ્રત કરનાર તત્ત્વ છે, કે જેને જેટલો આભાર માનીએ તેટલો
SR No.537771
Book TitleJain Hitechhu 1919 12 to 1920 10
Original Sutra AuthorN/A
AuthorVadilal Motilal Shah
PublisherShakrabhai Motilal Shah
Publication Year1919
Total Pages288
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Hitechhu, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy