SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૦ જનહિતેચ્છુ. - ~- ~ : - કરતું નથી; મહારા ખરાબમાં ખરાબ દિવસોમાં પણ * જૈનસમાચાર” ને મથાળે હું છાપતો કે “ ઉત્તેજન ખાતર કે ધર્મ ખાતર કોઈએ ગ્રાહક થવું નહિ; વિચારે પસંદ હોય હેમણે જ. ગ્રાહક થવું ”—અને તે છતાં તે વખતે એ ભલાઈ પણ લોકોને ભારે પડતી હતી. કેટલાકે તે કથનને મગરૂરી' કરાવતા હતા! દુનિયાને કાણુ સંતોષી શક્યું છે ? અને એવી સહસ્ત્રમુખી દુનિયાને –સુવાવડી સ્ત્રીની માફક અનેક જાતના દેહદવાળી દુનિયાને કિસ Muzdll. many-faced monster thing 34 fula કેણ રીઝવી શક્યા હતો? એટલા જ માટે તે, “મહાવીર કહેતા હવા ” એ લેખમાંને મહારે મહાવીર કહે છે – “ અને મારી ભાષા જેટલી “સિંહ” થી અને “બાળક” થી રહમજી શકાય છે તેટલી ગાયથી અને લેકગણથી નથી સહમજી શકાતી; અને સિંહના ઉચ્છવાસને પણ ગાયો તો દુર્ગધ જ. માને છે ! ઓ દવેના વલ્લભ ! એટલા માટે હું પ્રાયઃ ગુફાઓ સાથે કે પહાડની ટોચ સાથે કે આકાશમાં વાદળાં સાથે કે મહારા પિતાના ઉત્પન કરેલા “ વિચાર” રૂપી પુત્રો સાથે વાત કર્યા કરે છું અને કવચિત કવચિત કઈ “દુનિયા ” હામે “ બળવો ” કરનાર “સિંહ” મળી જાય છે તો હેના સાથે વાત કરું છું. “ઓ દેના વલ્લભ! એ “તનદુરસ્તી” એ ‘મસ્તી? “ દુનિયા” ને ભડકાવનારી છે; કારણ કે વાડામાં કે ઘરમાં ખીલે બંધાઈ રહેવામાં અને બે ગજની જમીનપર નિશત આળોટવામાં કે આસ્તે આસ્તે ચાલવામાં જ એમની “સુ. રક્ષિત જીદગી” ની સહીસલામતી છે! “ “લીલી ઘાસ’ એમના ખીલે આવીને પડે, તે ખાઈને હાં જ આળોટી જવાની હેમને મહેરબાનીભરી છૂટ મળે,-એ ધર્મ એમને શિખવવા માટે વર્ષે અને સૈકાઓ સુધી અનંતા ભરવાડોએ શ્રમ સેવ્યો છે. કહે ગરમ ! કહે હવે હેમને પિતાની સહીસલામતીને અસર કરનારી વાણું કેમ “પસંદ પડે ?” ' ' એ જ મહારા મહાવીરે શિત્તમને હાથ આપવાની ના કહી હતી. પિતાની મુક્તિ પિત-અનેક સંકટને આહાહન આપીને તે દ્વારા-મેળવવાનું કહી અંત સમયે “ ધકકો માર્યો ” હતો ! મારા તે મહાવીરને સિદ્ધાન્ત જ આજના હિદને બચાવી શકે તેમ છે.
SR No.537770
Book TitleJain Hitechhu 1918 05
Original Sutra AuthorN/A
AuthorVadilal Motilal Shah
PublisherVadilal Motilal Shah
Publication Year1918
Total Pages306
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Hitechhu, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy