SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૩. ત્રણ જાણવા જોગ અભિપ્રા. કરવાની ફુરસદ કરી આપનાર અનુભવી સુશિક્ષિત યુવાન. એથી ઉલટું કેળવાયલા તેમજ બીનકેળવાયેલા વર્ગમાંથી કેટલા સંસ્થાને તેમજ મી. વાડીલાલના પંડને અને તેમની વટને નુકસાન કરવાના / ખાસ ઈરાદાથી વિવિધ ખટપટ કરતા જોવામાં આવ્યા છે. કોઈએ સરકારમાં ઉશ્કેરણી કરી, કાઇએ કોર્ટના કેસ ઉભા કરાવ્યા, કોઇએ ખેટી અફવાઓ ફેલાવવામાં મઝા માની, અને કેાઈએ સ્કોલરશીપ, ન મળે એવી હીલચાલ કરવામાં બહાદુરી માની ! આ સઘળા હુમલા ઝીલતા જવા સાથે જુદે જુદે સ્થળે આવેલી બે સંસ્થાઓની આંતર વ્યવસ્થા જાતે કરવી અને આર્થિક તંગીઓને પુગી વળવાની ખટપટ સાથી જૂદીજ રીતે-કાલાવાલા કે લાગવગનો ઉપયોગ કર્યા વગર માત્ર હકીકત કહીને જ અટકવાની ભાન ભરી રીતે કરવી એ કેટલું મુશ્કેલ કામ છે એને ખ્યાલ હરકોઈ માણસ કરી શકશે. આંતર વ્યવસ્થામાં મી. વાડીલાલ કેવી કુનેહથી કામ લે છે, તે બાબતને એક દાખલો ટાંક્યા સિવાય અમારાથી રહેવાશે નહિ. મુંબઈના “વિદ્યાર્થીગૃહ માં વિધાર્થીઓને વહેલા ઉઠવાની ટેવ કે ઈ. પણ જાતની સખતાઈ વગર જ પાડવાની ઇચ્છાથી એમ ઠરાવ્યું હતું કે સવારના ૭ થી ૭ ની અંદર વિદ્યાથીઓએ રસોડામાં જઈ દૂધ પી લેવું, તે પછી જનારને દુધ મળશે નહિ. બે વિદ્યાર્થીએએ એક દિવસ તે ટાઈમ વીત્યા બાદ દૂધ માગ્યું, જે આપવા રસોઈઆએ ના કહી. એક રસોઇઆ જેવો માણસ ઉંચા અંગ્રેજી અભ્યાસવાળા વિદ્યાર્થીને આવો જવાબ આપે એ એ વિદ્યાથીઓથી સહન થયું નહિ! અને તેથી તેમણે બીજા વિદ્યાર્થીઓ સાથે મળીને એ રસોઈઆઓના હાથની રસોઈ ન જમવાનો સંપ કર્યો. મી. વાડીલાલ આગલી રાત્રે ૩ વાગે સૂવા પામ્યા હતા તેઓ સવારમાં ઉઠયા તે જ ક્ષણે “હાઉસ માસ્ટર’ની ફર્યાદ આવી. તે વખતે એમને દમ ચડયો હતો તે પણ હાઉસ માસ્ટરને સંખ્યાબંધ પ્રશ્ન કરી તેની જુબાની લખી લીધી, પછી રસોઈઆઓને બોલાવીને જુબાની લખી લીધી અને છેવટે કેટલાક વિદ્યાર્થીઓને બોલાવીને જુબાની લખી લીધી; એમ કરતાં ૧૦ વાગ્યા. ઇનસાફ કરવા બેસે તે વિદ્યાથીઓ કોલેજમાં મોડા જવા પામે એ ડરથી એ વખતે તે માત્ર નીચેની એક નોટીસ-“હ ના બોર્ડ પર મોકલી આપીઃ “સંયુકત જેન વિવાથીંહના વિદ્યાર્થીબંધુઓને બંધું આશા રાખે
SR No.537769
Book TitleJain Hitechhu 1917 10
Original Sutra AuthorN/A
AuthorVadilal Motilal Shah
PublisherShakrabhai Motilal Shah
Publication Year1917
Total Pages74
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Hitechhu, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy