________________
સંયુક્ત જૈન વિદ્યાથી ગ્રહ
૩૬૩
ડીઆ સુધી જ ખ્યાલ રાખવો જોઈએ છે. ( ૩ ) કેળવાયેલા વર્ગ પૈકી રા. મોતીચંદ કાપડીઆ હમણું “મહાવીર વિધાલય” ભાટ ભ્રમણ કરવામાં જે પરિશ્રમ ઉઠાવે છે તે માટે-હેમના વિચારે ઘણી બાબતમાં મહારાથી જુદા પડતાં હેવા છતાં હેમને ધન્યવાદ આપ્યા સિવાય રહી શકતો નથી. એવીજ રીતે જે એકાદ કેળવાયેલા યુવાન દરેક શહેરમાં વિદ્યાર્થીગૃહ' માટે કોશીશ કરે અને તેમ કરવા પહેલાં લોકો ઉપર પોતાની છાપ બેસાડવા માટે પિતાના તરફની કાંઈક રકમ રા. બરોડીઆની માફક–પ્રથમ મોકલે, તો ઘણું કામ બની શકે. ડાકટ, વકિલ, કેળવાયલા વ્યાપારીઓ, અમલદારે ધારે તે જે કેળવણીનાં ફળ પોતે ચાખ્યાં છે તે કેળવણીનો લાભ પિતાના સેંકડો જૈન બધુઓને આપવાના કામમાં પિતાની વાર્ષિક આવકનો ભાગ તેમાં શા માટે ન આપી શકે? વિદ્યાથી ગ્રહ સ્વયંસેવક મંડળની સ્થાપના થઈ ચુકી
જવવાને હને હર્ષ અને અભિમાન થાય છે કે, મુંબઈ ખાતે વિધાથી ગૃહના સંદેશા ફેલાવવા તથા લોકમત કેળવવાના આશયથી કેટલાક ઉત્સાહી યુવાન બંધુઓએ એક “સ્વયંસેવક મંડળ સ્થાપ્યું છે, જેની પહેલી મીટીંગ તા. ૨૩મીએ શ્રીયુત નથમલજી ચારડિચાના પ્રમુખપણ નીચે મળી હતી. હિન્દસ્થાન અને સાંજવર્તમાનના અંકોમાં એ મીટીંગનો રિપોર્ટ પ્રકટ થયો હતો. આશા છે કે, એ મંડળમાં મુંબઈમાં વસતા જૂદી જૂદી જ્ઞાતિઓ અને પ્રાંતના ઉત્સાહી જૈનો ભળશે અને એની શાખાઓ દરેક શહેરમાં સ્થાપવાની હીલચાલ કેળવાય વર્ગ ઉપાડી લેશે.
વોલંકીઅર મંડળના પ્રમુખ તરીકે શ્રીયુત નથમલજી ચોરડિક યા, અને વાઇસ પ્રેસીડન્ટ તરીકે શ્રીયુત છોટાલાલ કેશવજી મુકાદમની નીમણુક કરવામાં આવી હતી. એક વયોવૃદ્ધ મારવાડી ગૃહસ્થ પિતાને “મી. વાડીલાલના ૧૭ વર્ષના અનુયાયી” તરીકે ઓળખાવી વૅલૅટીઅર તરીકે નામ નેંધાવ્યું હતું. ૩૦ વલંટીઅરેનાં નામ તે વખતે નોંધવામાં આવ્યાં હતાં. પ્રમુખે સમાપ્તિ પ્રસંગે હિંદી ભાષામાં અસરકારક શબ્દોમાં લાંબુ ભાષણ કરતાં “ આ સંસ્થાના સ્થાપકના આશયાની નિર્મળતા તથા તેમની સતત મહેનત તથા આર્થિક ભોગ માટે મુક્તકંઠે પ્રશંસા કરી હતી અને વોલંકીઅરને