________________
સંયુક્ત જૈન વિદ્યાથગ્રહ.
૩૫
આ સંસ્થા માટે ઉંચું માન બતાવવા ઉપરાંત, ઉદ્દઘાટન ક્રિયાને દિવસે જ ઑલરશીપ આપવાની ફરજ આટલા વિલંબ પછી મુજાવે છે તે માટે ખેદ દશાવે છે. બીજે દિવસે વળી જેનહિતેચ્છુ સ્કોલરશીપ ફંડ'માં પણ રૂ. ૨૦) હેમણે મેકલી આપ્યા હતા. કે વાડીલાલ લોકોને આગ્રહ કરીને લુટે છે અગર ભીખ માગે છે એવી અફવાઓ ફેલાવનાર મ્હારા વહાલે શરીઓને આ સઘળા પ્રસંગો અને વિશેષમાં એક નીચે પ્રસંગ અર્પણ કરીને ચુપ રહીશ. જેનેએ જાહેરખાતાં માટે નાણાં એકઠાં કરવામાં વાડીલાલ જેટલી પ્રમાણિકતા અને nobility ભાગ્યેજ જાળવી હશે. મુંબઈમાં
ગૃહ”ની ઉદ્દઘાટન ક્રિયાનો દબદબાભર્યો મેળવો થયો અને સેંકડો આગેવાને, શ્રીમંતો, અમલદારો, સાધુએ વગેરે હાજર થયા, અને તે વખતે દરેક સંસ્થામાં બને છે તેમ ફંડ કે મદદની અપીલ કરવા મહને ઘણાઓએ આગ્રહ કર્યો, તે પણ મહે કહ્યું કે “હે સજાને આનંદમાં ભાગ લેવા નોતર્યા છે, રૂપિયા પડાવવા નહિ.” કેટલાક મહાશયે એ અમુક અમુક વચનોની ચીઠ્ઠીઓ , મહને પહોંચાડી, પરંતુ તે જાહેર કરવાની પણ હે ના કહી હતી. શ્રીમંત વર્ગ પૈકી ખરેખરી કદર કરનાર
એકનો એક વીરનર ! કઈ જાતની સૂચના કે ઇસારા વગર શેઠ તુલશીદાસ મેનજીભાઈ વોરાએ આઠ વર્ષ સુધી રૂ. ૫૧ ની માસિક સ્કોલરશીપ આપવાનું મહને જણાવ્યું છે, એટલું જ નહિ પણ એક સારી રકમની વધુ મદદ માટે વચન આપ્યું છે. સ્થાનકવાશી જેન કોમમાં હું બીજે તુલશીદાસ જોતું નથી એમ કહું તે હું ખુશામત કરું છું એમ કહેવાની હિમત ધરનારને હું ચેલેન્જ આપી શકું છું. આ ગૃહસ્થને ઘણુઓ સારી રીતે પીછાને છે એટલે મહારે ઓળખાણ કરાવવાની જરૂર છે જ નહિ, પણું હું હેમને એક વિચિત્ર સંજોગોમાં ઓળખવા લાગ્યો હતો. જેને સમાચાર પત્રમાં જ્યહારે અમુક મુનિ બાબતમાં કડક એડિટરીઅલ્સ આવતાં હતાં તે વખતમાં આ ગૃહસ્થ એક અજાણ્યા પરોણા તરીકે મુંબઈથી અમદાવાદ મ્હારી આફિસમાં આવ્યા હતા અને અમુક સાધુની બાબતમાં ન લખવા અને તેમણે ભલામણ કરી હતી. મહારી ઔદિ