________________
એક મનુષ્યને ઉદ્ધાર કરનાર સાંઢ!
- - ---- प्रत्यक्बुद्ध करकंड.
દુનીઆમાં કોઈ પ્રાણી તે શું પણ કોઈ ચીજ નકામી નથી. આપણે જે ઉંડા ઉતરીને અવલોકન કે મનન કરવાની દરકાર કરીએ તે દરેક પ્રાણી અને દરેક ચીજ તેમજ દરેક બનાવમાંથી ઘણું શીખવાનું મળી શકે છે.
જે “રાગ' ને આપણે ધિકારીએ છીએ તે “રાગ’ પણ આપણું હિત માટે જ છે—જે આપણે હેને સમજવાની દરકાર કરીએ તે. હમણાં હું જે મહાત્મા કરકંડૂની કથા ( જૈન ગ્રંથને આધારે ) કહેવાને છું તે મહાત્માને એક પ્રાણી પર “રાગ” હતો અને એ “રાગે એને આખરે “જાતિસ્મરણ જ્ઞાન’ આપ્યું હતું ! એ ઉપરથી એ ગાંડ અર્થ લે જેત નથી કે “રાગ” એ ઈચ્છવાયોગ્ય– “ઉપાદેય” તવ છે. ના; “ રાગ” “હેય” એટલે છોડવા યોગ્ય જ છે; પરંતુ કહેવાનું તાત્પર્ય એ છે કે, પૂર્વ કર્મના સબબે “રાગ” થઈ આવે તે છતાં પણ જે “ર” ના પદાર્થથી છૂટા પડવાના પ્રસંગે થતી લાગણી ઉપર મનન કરવામાં આવે તે સ્વાભાવિક રીતે જે જ્ઞાનતંતુઓ ઉપર ખેંચાણ થાય છે હેને પરિણામે વિશ્વદર્શન (Clairvoyance) થવા પામે છે, કે જેવી જાતના જ્ઞાનથી જાતિસ્મરણ વગેરે જ્ઞાનો ખીલી નીકળે છે. અને એવી શક્તિઓ પ્રાપ્ત થતાં, તે મનુષ્ય પૂર્વ ભવનાં કૃત્ય અને આ ભવની દશા એ બેને સંબંધ જેવાને પ્રસંગ મળવાથી સ્વાભાવિક રીતે જ ઉદાસીન-નિષ્કામ વૃત્તિવાળો-ઇચ્છારહીત બની જાય છે. તે, સંસારમાં જળકમળવત્ રહેવાનું સામર્થ્ય ધરાવે છે અથવા ત્યાગી બની યોગારૂઢ થઈ કૈવલ્યાદિ પ્રાપ્ત કરી મુક્ત બને છે.
પરંતુ આવા શુષ્ક ઉપદેશમાં ઉતરી પડવાથી રખેને હારા વાચકોને કંટાળો આવે ! એમણે કદાચ વાર્તા વાંચવા માટે જ આ પાનું ઉઘાડયું હશે !