________________
પવન વગેરેની બહારની અસર છે, અને તે પ્રમાણે જોતાં જે “પરબ્રહ્મ સૃષ્ટિને કર્તા નથી તે પરબ્રહ્મ માંથી સૃષિ પ્રગટ થવાનું કાણુ શું?
ઉત્તર તમામ સૃષ્ટિમાં જેમ ભરતી પછી ઓટ અને ઓટ પછી 'દિવસ અને દિવસ પછી રાત એમ સર્વે કંઈ નિયમ પ્રમાણે થયું જાય છે, તેવી જ રીતે પરબ્રહ્મમાંથી સૃષ્ટિ પ્રગટ થાય છે અને અમુક વખત પછી પાછી તેમાં જ સમાઈ જાય છે અને વળી પાછી પ્રગટ થાય છે. જેમ રાતે ઉંઘમાં પડેલે માણસ નહીં સરખો થાય છે પણ ઉંઘ પુરી થતાં જે બીછાનામાં તે સુ હોય તે બીછાનું કાંઈ તેને જાગ્રત કરતું નથી પણ તે પિતાની મેળે જ જાગ્રત થાય છે તેવી જ રીતે પરબ્રહ્મમાંથી વખત પ્રમાણે સૂરિ પ્રગટ થાય છે અને તેનું અધુરૂં રહેલું કામ પાછું ચાલવા માંડે છે. એવી રીતે રાત અને દિવસની માફક અનાદિ કાળથી ચાલતું આવ્યું છે.
Under all Circumstances KEEP AN EVEN MIND.
Take it,
Try it, Walk with it, - Talk with it,
Lean on it, Believe in it,
FOR EVER સર્વ સંજોગોમાં એક સરખું મન રાખવું
આ શિક્ષા , તેને અજમાવે, તેની સાથે ચાલે, તેની સાથે વાત કરે, તેના ઉપર આધાર રાખે, તેમાં શ્રદ્ધા રાખે
હમેશાં