________________
ભાઈ કે બહેન નથી. અને આપે મહારા પિતાને પાત્ર થશે એવું વરદાન આપી દીધું છે, તે મને મારા પ્રિયતમની સાથે રાખ્યા સિવાય આપતું વચન કેમ પળશે? આપ જાણો છો કે આર્યપત્નીએ એક જ પતિને અને એક જ વાર પરણે છે, પતિવ્રતા ધર્મ એ આર્યપત્નીઓનું એકનું એક અને અમૂલ્ય ભૂષણ છે. ''
- અમૃતભર્યા વાક્યો સાંભળી ધર્મરાય છેવટે ફરમાવે છે: “ અયિ પતિવ્રતે ! આર્ય અંગને આ ધર્મનાં વચન કદી પાછા ફરતાં નથી, માટે જાં, પુત્રી ! હારા પ્રાણનાથ સાથે લાંબો વખત ધર્મજીવન ગાળ. દળ, બેટા ! માતૃભૂમિને વિમલતાના આદર્શ રૂપ બનાવ. '' ને એમ કહેતાં જ ધર્મરાજા ચાલતા થાય છે અને સાવિત્રી પોતાના પતિના ચેત રહીત શરીર પાસે જાય છે.
અને જે હવે સચવાહન આળસ મરડી બેઠો થાય છે. “પ્રિયે, “ચાલે” એમ કહી સતીને પિતાના તપોવનમાં જવા તૈયાર થવા કહો.
હાં નાથ, પધારે ! ” એવા શબ્દો સાથે સતી પતિની પાછળ, ચાલવા માંડે છે. * પિતાની પર્ણકટિકામાં પહોંચતાં જરા અંધારું થઈ ગયું છે. મુનિજો એકઠા થઈ બેઠા છે. પુત્ર–-પુત્રી નજીકમાં આવતા જ “ હમને જોઈને આજે મહારૂં હૃદય હર્ષથી ઉભરાઈ જાય છે; આજે મહારાં નેત્ર કેવી - અજાયબ રીતે ખુલ્યાં છે ! એમ કહી ઘુસેન સર્વને અચંબામાં ગરકાવ
કરી દે છે. ' . એટલામાં પ્રજાજને દોડતા આવીને ખબર આપે છે કે, શત્રુ એકએક મરણ પામ્યો છે અને ઘુમસેન માટે સર્વ કઈ રાહ જોતું બેઠું છે.
સતી અહીં ધર્મરાજાની સાથે બનેલી હકીકત જાહેર કરે છે, જે | સાંભળી સર્વ કોઈ ચિત્રવત બની જાય છે અને સર્વના મોંમાંથી શબ્દો નિકળી પડે છે: “ જ પતિવ્રતે જય! ધન્ય સતી ધન્ય! પિતા-માતા – દેશ સર્વને ઉજવલીત કરનારી હે “આર્ય ગૃહિણું ” ત્યારો યશ મહાન કવિઓ અને પવિત્ર ષિઓ હમેશને માટે ગાયાં કરશે. ભારતભૂમિ દ્વારા જેવાં રોને ઉત્પન્ન કરવા માટે વાજબી ગર્વ લેશે. જય, સતી! જય! ”
[વા, મો. શાહ,