________________
તથાપિ ધર્મરાય સત્યવાહનના જીવને બાળઆમાંથી જ પાડી તેની સાથે ચાલવા માંડે છે. સતી ખેળીઆની સગી નહાતી–પણ એમાંના આત્માની સગી હતી માટે તે આત્માની પાછળ પાછળ જવા લાગે છે અને ધર્મને આજીજી કરે છે.
ધર્મ કહે છે: “હું હારાથી પ્રસન્ન છું. આને જીવતો કરવાના વર સિવાય બીજો કોઈ પણ “વર'-વરદાન માગ. ”
સાવિત્રી માગે છેઃ “હારા સસરાનાં નેત્ર પાછાં મળો ! હેમનું ગુમાવી બેઠેલું રાજ્ય પુનઃ પ્રાપ્ત થાઓ ! ”
ધર્મ કહે : "તથાસ્તુ! હવે, હે સુમુખિ ! પાછી ઘેર જા. માણસ મરી જાય છે હારે “સૃષ્ટિનેહની અવધિ આવે છે. પિતા-પુત્ર વગેરે જે સઘળા “ભાવ” છે તે “સમય” રૂપી સિધુમાં લીન થઈ જાય છે.”
સતી કહે છેઃ “હે વિભ! પતિવ્રતાની ગતિ કઈ રોકી શકતું જ નથી. માટે હે ધર્મ ! અને મહારા ધર્મ અથવા કર્તવ્યથી જૂદી કરે માં. હું આર્યપત્ની છું; આર્યપત્ની કદી પિતાના જીવિતેશની ચરણ સેવાથી દૂર ખસી શકતી નથી–સ્વધર્મથી કદી દૂર જઈ શકતી નથી.
ધર્મ હેને સાત્વન કરે છે: “હે સુમુખિ ! સ્વસ્થ થા, સ્વસ્થ થા. હું હારાથી પ્રસન્ન છું; માટે પિલી એક વાત સિવાય બીજી ગમે તે વાત માગી લે. ”
અને હવે બુદ્ધિશાલી સતી વરદાન માગવા તૈયાર થાય છે. તે કહે છેઃ “ મારા પિતા પિતાના પાત્રને રમાડે એટલું જ હું માગું છું.”
“ તથાસ્તુ.” કહે છે અને સતી હર્ષાયમાન થાય છે–હશી પડે છે. પિતાનું કોઈ મુશ્કેલ કામ બુદ્ધિના પ્રતાપે પાર પડતું જોઈ કોને આનંદ ન થાય?
હવે તે સતી ધર્મરાયને પચ ખુલે કરે છે: “ અહે દેવ ! આપની પ્રશંસા એકંદર આર્ય ધર્મશાસ્ત્રો કરી રહ્યાં છે. સર્વ કોઈ કહે છે કે, આપ જે કાંઇ લે તે મિયા થતું નથી. વળી આપ સર્વના મનના ભાવ પણ જાણી રહ્યા છે. તે હવે આપની અલૈકિક શક્તિથી મહારું હૃદય તપાસ અને પછી કહે કે તહાં આ મહારા પતિ સિવાય બીજા કેઈનું ચિત્ર છે ખરૂ ? જે ન જ હોય તો મને તે મહારી પ્રેમમત્તિ સાથે હમેશને માટે રહેવા દો ! મારા પિતાને હું એક જ છું–મહારે કોઈ