________________
ભૂપતિએ આ વાત જાણી ત્યારે પિતાની તેજેનિધિ જેવી પુત્રીને પાસે બોલાવીને પ્રેમપૂર્વક કહ્યું. “ પુત્રી : તું પોતે જ વર શોધવા નીકળી પડ! મહારી આજ્ઞા છે.” - લજજીત થઈને, આંખ નીચી ઢાળીને માથું નીચું નમાવીને તથા બે હાથ જોડીને સાવિત્રી હાથી ગઈ અને રથમાં બેસી ભારતમાં વર શોધવા ચાલી નીકળી.
ભારતમાં શોધ કરતી કરતી અને કુદરતના સુંદર દેખાવાને તથા જૂદા જુદા રાજાઓને કાળજીપૂર્વક જોતી જોતી સાવિત્રી એક તપોવનમાં આવી પહોંચી.
અહીં એની દષ્ટિએ એક યુવક પડ્યો, કે જે ઘણે બુદ્ધિશાળી, ધાર્મિક, વૈર્યવાન, ભક્તિવાન, નમ્ર, મનોહર અને સત્યને ચાહનારો હતો.
એને જોતાં જ સાવિત્રી મનમાં પ્રમોદ પામી. ગુણનું સ્વાભાવિક આકર્ષણ થતાં એણે એને મનથી જ વરી લીધે! અને હાંથી પાછી ફરીને પિતાના પિતાને પોતાને નિશ્ચય કહેવા ગઈ
નારદ મુનિ તે વખતે રાજા પાસે બેઠા બેઠા પરમાત્માના ગુણગ્રામ કરી રહ્યા હતા. ઋષિને અને પિતાને નમન કરીને પ્રમોદભરી કન્યા એમની આશિષ લઈને નમ્રતાપૂર્વક બેસી ગઈ.
રાજાએ નારદ મુનિને કહ્યું: “હે મુનીશ્વર ! આપ પણ સાંભળે.” પછી કન્યાને કહ્યું “હે સુપુત્રી ! કહે કે કયા નૃપેશ્વરના સુપુત્રને હું હારે હાથ. સમર્પણ કરું?”
પુત્રી શરમદી દેખાઈ જરા હૈયે ધરીને માત્ર એટલું જ કહી શકીઃ પિતા ! સાલ્વ લેના રાજા દુમસેનના પુત્ર સત્યવાહનને. "
રાજાએ મુનિને પૂછયું: “ હે મહામુને ! કહો કે એ વૃષપુત્ર મહારી પુત્રીને લાયક છે ?”
ઋષિ વધાઃ “એમાં કાંઇ સંશય નથી. તે વિબુધ છે, નીતિમાન છે, ચતુર છે, વિર્યવાન છે, શાસ્ત્ર સંબંધી વિચારોમાં ઘણો પ્રવિણ છે, નયમાં નિપુણ છે, ગુરૂજનોની ભક્તિ કરવામાં અને પરમાત્માની પ્રાર્થનામાં અનુરક્ત છે, અતિ ઉદાર છે, પવિત્ર આશયવાળે છે, કાન્તિમાન છે, સત્ત્વવાન છે અરે સઘળા સદ્ગુણોના ખજાના રૂપ છે. ૫.......ણ, એક વાત મહારી જીભથી કહી જાય તેમ નથી. એનું આયુષ્ય એક વર્ષથી વધુ બાકી રહ્યું નથી. આ