________________
જૈનહિતેચ્છુ.
ઓળખી શકતા નથી; તે “હું ને અનુસરનારા આપણે કર્તવ્યના માર્ગ નહિ પણ ઈચ્છાના માર્ગે અનુસરીએ છીએ.
હુંપણું હારે પ્રધાનપદ ભોગવે છે, અને કર્તવ્ય આપણને કહા દેરવે છે, આ બેને ભેદ આપણે શી રીતે જાણી શકીએ ? હારે હુંપણનું વાતાવરણ જે આપણી આસપાસ આવી રહેલું છે તે હેની પેલી પારના વિધ્યને ઈચ્છા અને વિકારને લીધે તદન જૂ ૬ જ દર્શાવે , સંહારે આપણે ભૂલ કરીએ છીએ, તે બાબત શી રીતે જાણી શકીએ ?
આવે સમયે હૃદયરૂપી મંદિરમાં શાંતિથી પ્રવેશ કરવો, હેના કરતાં વધારે સહીસલામતીભર્યો મહારા ધારવા પ્રમાણે બીજો કોઈ ઉપાય નથી. તે હૃદયમંદિરમાં આપણે આપણું અંગત ઈચ્છાઓને દૂર કરવી જોઈએ, હુંપણથી આપણી જાતને તે વખતને સારૂ જુદી પાડવી જોઈએ, દરેક સવાલને વધારે વિશાળ અને વધારે નિર્મળ સ્વરૂપમાં વિચાર જોઈએ, અને આપણને સિદ્ધિ માર્ગે દોરવે, એવી આપણું ઇષ્ટ ગુરૂદેવને પ્રાર્થના કરવી જોઈએ. પ્રાર્થનાથી, આત્મનિરીક્ષણથી, ધ્યાનથી જે પ્રકાશમાં તે પ્રકાશ વડે આપણને કર્તવ્યનો માર્ગ લાગે તે માર્ગ અંગીકાર કરે. આપણી ભૂલ પણ થાય. ચોખી રીતે જેવા પ્રયત્ન કર્યા પછી આપણે ભૂલ થાય તે આપણે યાદ રાખવું જોઈએ કે આપણું ઉન્નતિન માટે જે પાઠ શિખ ઘણો જ જરૂર છે, તે શિખવવા માટે તે ભૂલ ઘણી જરૂરની હતી. આપણી ભૂલ પણ થાય, અને ઈચ્છાના બળથી દરવાઈ આપણે ઈચ્છાને માર્ગ ગ્રહણ કરીએ. અને હારે આપણે ધર્મને ભાર્ગ પસંદ કરીએ છીએ, એમ ધારતા હોઈએ, તે વખતે અહંકારથી આપણે દોરવાઈ પણ જઈએ, જે આમ બને તે પણ સાયને જેવાને પ્રયત્ન કરવામાં અને સત્ય પ્રમાણે ચાલવાનો નિશ્ચય કરવામાં પણ આપણે બહુ જ સારી રીતે વર્યા છીએ. ખરું કરવાનો પ્રયત્ન કરતાં કદાચ આપણે ભૂલ પણ કરીએ, પણ આપણે ખાત્રી રાખવી જોઈએ કે આપણું અંદર રહેલી આપણી ભૂલ એક દિવસ જરૂર સુધરશે. હારે આપણું હૃદય પરમાત્મા પર સ્થિર થયું છે, અને હારે સત્યને જેવાને આપણે પ્રયત્ન કરીએ છીએ, ત્યારે કદાચ આપણી ભૂલ થાય છે તેથી નિરાશ શા સારૂ થવું જોઈએ ?
(અપૂર્ણ)